તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબનું સાંઈનાથનગરમાં ભવ્ય સ્વાગત

Published: 19th December, 2012 06:48 IST

મુંબઈમાં ચાતુર્માસની પૂર્ણાહુતિ કરી ગુજરાત તરફ વિહાર કરી રહેલા તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબ અને તેમના શિષ્યો આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી અને આચાર્યશ્રી કુલચંદ્રસૂરીશ્વરજી (કેસી) મહારાજસાહેબ ઘાટકોપર-વેસ્ટના સાંઈનાથનગરમાં આવેલા શ્રી પાશ્વર્નાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને વિમળાબહેન ગોરધનદાસ શાહ પરિવારની વિનંતીને માન આપી બુધવારે શ્રી પાશ્વર્નાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં પધાર્યા હતા.

એ પ્રસંગે સકળ સંઘે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. એ સમયે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબ (વચ્ચે), ડાબેથી સંઘમાં ચાતુર્માસમાં બિરાજમાન આચાર્ય જયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ, મુનિ વિકશ્વરવિજયજી, મુનિશ્રી ચંદ્રોદયવિજયજી, સંઘના ટ્રસ્ટી શૈલેશ નગીનદાસ શાહ (નાગેશ્વર), આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી (કેસી) મહારાજસાહેબ (જમણે) તેમ જ વિમળાબહેન ગોરધનદાસ શાહ પરિવારના દિલુ શાહ, રાજુ શાહ અને સુરેશચન્દ્ર શાહ અને અન્ય શ્રાવકો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK