બીજેપી તરફથી ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે લોકસભામાં ચર્ચા દરમ્યાન મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. આ નિવેદન પર વિપક્ષે આપત્તિ નોંધાવી હતી. હકીકતમાં ડીએમકેના એ. રાજાએ સદનમાં ગોડસેનું એક નિવેદન સંભળાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોડસેએ મહાત્મા ગાંધીને શા માટે માર્યા હતા.
તેના પર પ્રજ્ઞા ઠાકુરે તેમને અટકાવીને કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો. તેના પર રાજાએ કહ્યું, ગોડસેએ પોતે સ્વીકાર કર્યો હતો કે તેઓ ૩૨ વર્ષથી ગાંધીજી સાથે સહમત ન હતા. ત્યારબાદ તેમની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યા હતા.
છેવટે માલેગાવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર કોર્ટમાં હાજર રહ્યાં
5th January, 2021 09:15 ISTકોરોના સામે લડવા હનુમાન ચાલીસાનો પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર
27th July, 2020 15:04 ISTગોડસે પર વિવાદીત નિવેદન બાદ સાંસદ પ્રજ્ઞા ઠાકુર પર ભાજપે કરી મોટી કાર્યવાહી
28th November, 2019 12:00 ISTમાલેગાંવ બ્લાસ્ટ-કેસ સંદર્ભે પ્રજ્ઞા સિંહ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યાં
8th June, 2019 12:51 IST