રાજસ્થાન HCએ પાઇલટ કેમ્પ અરજીમાં ફેરફાર માટે માગ્યો સમય, કાલે સુનાવણી

Published: Jul 16, 2020, 17:45 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

રાજસ્થાન હાઇકોર્ટે પાઇલટ કેમ્પની અરજીમાં ફેરફાર કરવા માટે સમયની માગણી કરી છે અને હવે ડિવીઝન બેન્ચ આ બાબતે સુનાવણી કરશે.

સચિન પાઇલટની અરજીની સુનાવણી હવે ડિવીઝન બેન્ચને સોંપાઇ
સચિન પાઇલટની અરજીની સુનાવણી હવે ડિવીઝન બેન્ચને સોંપાઇ

કૉંગ્રેસ (Congress) રાજસ્થાનના પૂર્વાધ્યક્ષ સચિન પાઇલટ(Sachin Pilot) અને તેમનું સમર્થન કરતાં 18 વિધેયકો રાજસ્થાન(Rajasthan) સ્પીકરની નોટિસ વિરુદ્ધ હાઇકૉર્ટ(High Court) પહોંચ્યા હતા. હાઇકોર્ટની આ અરજી પર ગુરૂવારની સુનાવણી ટાળી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પાઇલટ કેમ્પે રાજસ્થાન વિધાનસભા દ્વારા અયોગ્ય જાહેર કરેલા વિધેયકોની અરજીમાં સંશોધન માટે સમયની માગ કરી છે. જણાવવાનું કે હાઇકૉર્ટમાં અરજી સચિન પાઇલટનું સમર્થન કરતા વિધેયક પૃથ્વીરાજ મીણાએ હાઇકોર્ટમાં નોંધાવી હતી.

પાઇલટ અને તેમના વિધેયકો તરફથી હાઇકૉર્ટમાં રજૂ થયેલા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે અસંતુષ્ટ વિધેયક રાજસ્થાન અધ્યક્ષ દ્વારા જાહેર અયોગ્યતા નોટિસની સંવૈધાનિક વૈધતાને પડકાર આપવા માગે છે. તેમણે કહ્યું કે અરજીકર્તા સંવિધાનની દસમી અનુસૂચિમાં આવેલ દળબદલી વિરોધી કાયદાને પડકાર આપશે.

હાઇકોર્ટે નવી અરજી નોંધાવવના માટે પાઇલટ અને તેમના વિધેયકોને સમય આપ્યો છે અને આ મામલે હવે સુનાવણી ડિવીઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે જ્યારે સંશોધિત અરજી દાખલ કરવામાં આવશે.

રાજસ્થાન વિધાનસભા સ્પીકર સીપી જોશીએ પુષ્ઠિ કરી છે કે ડિપ્ટી સીએમ સચિન પાઇળટ અને તેમના સમર્થકોને અયોગ્ય જાહેર કરવાની નોટિસ મોકલવામાં આવી છે. તો સચિન પાઇલટે આ આધારે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને ગેહલોત સરકાર તરફથી જાહેર નોટિસનો કોઈ કાયદાકીય આધાર નથી.

સત્તારૂઢ કૉંગ્રેસ પાર્ટી દ્વારા ફરિયાદ બાદ રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષે માનેસર રિસોર્ટમાં સતચિન પાઇલટ અને અન્ય વિધેયકોને નોટિસ મોકલી હતી. મંગળવારે બીજી સીએલપી બેઠકમાં સામેલ ન થવા બાબતે સચિન પાઇલટ અને અન્ય વિધેયકો વિરુદ્ધ કૉંગ્રેસે ફરિયાદ કરી.

આ પણ વાંચો : સચિન પાઇલટ માટે કૉંગ્રેસના દ્વાર ખુલ્લા રાખવા માગે છે રાહુલ ગાંધી:કૉંગ્રેસ સૂત્ર

જ્યારે તે બેઠકમાં સામેલ ન થયા તો કૉંગ્રેસે તેમને રાજસ્થાનના ડિપ્ટી સીએમ અને પીસીસી પ્રમુખના પદ પરથી હટાવી દીધા. સચિન પાઇલટે હજી પોતાના આગામી પગલાંની જાહેરાત કરવાની છે. જો કે પાઇલટ સ્પષ્ટ રીતે કહી ચૂક્યા છે કે તે ભાજપમાં નહીં જોડાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK