તાજેતરમાં રશિયામાં એક મહિલાના ફ્રિજમાંથી એલિયનનું શબ મળી આવ્યું હતું. આ શબ રશિયાના ગૃહવિભાગ દ્વારા જપ્ત કરી રિસર્ચ માટે લૅબોરેટરીમાં લઈ જવામાં આવ્યું હતું. રશિયાના પેટ્રોઝેવોસ્ક શહેરમાં રહેતી માર્તા યોગોરોવનામ નામની આ મહિલાએ દાવો કર્યો હતો કે તેણે એ પરગ્રહવાસીનો મૃતદેહ બે વર્ષથી સાચવી રાખ્યો હતો. છેલ્લા થોડા મહિનાઓમાં રશિયામાં એલિયનના અવશેષો મળી આવ્યા હોવાનો દાવો ત્રીજી વખત થયો છે. આ પહેલાં બે વખત સાઇબિરિયામાંથી પરગ્રહવાસીના મૃતદેહો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ શબ માનવી અને માછલીનું કૉમ્બિનેશન હોય એવું દેખાય છે. જોકે આ ખરેખર કોઈ પરગ્રહવાસીનું શબ છે કે પછી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવેલી છેતરપિંડી છે એ વિશે ઊંડી તપાસ પછી જ ખબર પડી શકશે. થોડા સમય પહેલાં રશિયામાં બે યુવાનોએ પરગ્રહવાસીનો મૃતદેહ મળ્યો હોવાનો દાવો કરી એનો વિડિયો ઉતારી એ શૅરિંગ વેબસાઇટ યુ ટ્યુબ પર મૂક્યો હતો. આ વિડિયો સાત લાખ કરતાં વધુ લોકોએ નિહાળ્યો હતો. જોકે પોલીસે તે યુવાનોની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે તેમણે બ્રેડ તથા બીજા કેટલાક પદાર્થોનો ઉપયોગ કરી નકલી એલિયનની નકલી ડેડ બૉડી બનાવી હતી.
મુંબઈ: વીજદરમાં આવતા એક વર્ષ સુધી 1થી 2 ટકાનો ઘટાડો
5th March, 2021 09:41 IST12મા માળની બાલ્કનીમાંથી પડી ગઈ 2 વર્ષની બાળકી, બાદ જે થયું એ જોવાલાયક
4th March, 2021 07:27 ISTSrinagar Encounter: શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદી હુમલો, 2 જણ શહીદ
19th February, 2021 14:24 ISTકોરોનાના 1-2 કેસ નોંધાવા પર ઑફિસો નહીં થાય બંધ
16th February, 2021 12:23 IST