બે મહિનામાં કોરોનાનો અંત આવશે?, ભારતના ડૉ.રેડ્ડીએ કરી શું ડીલ?

Updated: Sep 16, 2020, 18:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્ છે. પૉઝિટિવ કેસમાં દરરોજ વધારો જ થતો હોવાથી લોકોની ચિંતા વધી હતી, જોકે બે મહિનામાં કોવિડ-19 વેક્સિન ભારતમાં આવી જશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્ છે. પૉઝિટિવ કેસમાં દરરોજ વધારો જ થતો હોવાથી લોકોની ચિંતા વધી હતી, જોકે બે મહિનામાં કોવિડ-19 વેક્સિન ભારતમાં આવી જશે.

ડૉ.રેડ્ડીઝ લેબે ભારતમાં કોરોનાની 10 કરોડ રસી વેચવા માટે રશિયન ઉત્પાદક ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) સાથે જોડાણ કરતાં રસી નવેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે. કંપનીએ ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ અને વિતરણ માટે રશિયાની ડૉ.સ્પુટનિક વી. રસી માટે કરાર કર્યા છે. કરાર અંતર્ગત રશિયન કંપની રેડ્ડીઝને 10 કરોડ વેક્સિનના ડોઝ આપશે.

આરડીઆઈએફના સીઈઓ કિરીલ દિમિત્રીવે કહ્યું કે, જો ટ્રાયલ સફળ થાય તો નવેમ્બર સુધીમાં આ રસી ભારતમાં મળી જશે. ડૉ.રેડ્ડીઝ રશિયામાં 25 વર્ષથી એક પ્રતિષ્ઠિત ભારતીય કંપની છે. હ્યુમન એડેનોવાયરસ ડ્યુઅલ વેક્ટર પ્લેટફોર્મ આધારિત આ રસી કોવિડ-19 સામે સુરક્ષિત લડતમાં મદદ કરશે. છેલ્લા ક દાયકામાં રશિયામાં હ્યુમન એડેનોવાયરસ ડ્યુઅલ વેક્ટર પ્લેટફોર્મની લગભગ 250 ક્લિનિકલ ટાયલ્સ કરવામાં આવી છે અને કોઈ નકારાત્મક પરિણામ જોવા મળ્યા નથી.

જ્યારે ડૉ.રેડ્ડીઝના મેનેજિંગ ડિરેક્ટર જી.વી.પ્રસાદે કહ્યું કે, આ રસીના પહેલા બે તબક્કાનું પરિક્ષણ સફળ રહ્યું છે, ત્રીજા તબક્કાનું પરિક્ષણ કરીશું જેથી નિયમનકારી શરતોનું પાલન થાય.

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશનના હૅલ્થ એક્સપર્ટ ડેવિડ નાબ્રેરોનું માનવું છે કે, કોરોના મહામારી હજી પ્રારંભિક તબક્કામાં છે. કોરોનાના બીજા વેવની શક્યતાને ટાળી શકાય નહીં, જે ખૂબ જ ખતરનાક હશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK