રશિયામાં પક્ષીઓના ટોળા સાથે ટકરાતાં વિમાનનું એન્જિન બગડ્યું છતાં ૨૩૩ મુસાફરો બચી ગયા

Published: Aug 16, 2019, 12:21 IST | મૉસ્કો

મોસ્કોના વિમાન મથકેથી ટેઇક ઑફ્ફ કર્યા પછી થોડા વખતમાં પક્ષીઓના ટોળા સાથે અથડાવાને કારણે એન્જિન બગડતાં મકાઈના ખેતરમાં લૅન્ડિંગ કરનારા વિમાનના ૨૩૩ મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા હતા.

રશિયાના વિમાનને અકસ્માત
રશિયાના વિમાનને અકસ્માત

મોસ્કોના વિમાન મથકેથી ટેઇક ઑફ્ફ કર્યા પછી થોડા વખતમાં પક્ષીઓના ટોળા સાથે અથડાવાને કારણે એન્જિન બગડતાં મકાઈના ખેતરમાં લૅન્ડિંગ કરનારા વિમાનના ૨૩૩ મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા હતા. આ દુર્ઘટનામાં ૨૩ મુસાફરોને સાધારણ ઈજા થઈ છે. એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈ કાલે મોસ્કોથી ક્રિમિયા પ્રાંતના સિમ્ફેરોપોલ તરફ જતી વેળા કેટલાંક પક્ષીઓ વિમાનના જુદા જુદા ભાગોમાં અટવાયાં હતાં. એથી એન્જિન બંધ પડતાં વિમાનને આંચકા લાગવા માંડ્યા હતા. પક્ષીઓના ટોળા સાથે ટક્કર બાદ અૅરબસ ૩૨૧ વિમાને સમતુલા ગુમાવ્યા પછી એના પાઇલટે સમયસૂચકતા દાખવી હતી.
યુરાલ ઍરલાઇન્સના વિમાને મોસ્કોના ઝુકોવ્સ્કી ઍરપોર્ટ પરથી ટેઇક ઑફ્ફ કર્યા પછી એકાદ કિલોમીટર પસાર કર્યા પછી શહેરના દક્ષિણ તરફના એક ખેતરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની પાઇલટ દામિર યુસુપોવની કામગીરીને રશિયાના પ્રસાર માધ્યમોએ બિરદાવી છે. સરકારી ટેલિવિઝને ૨૩૩ મુસાફરોના બચાવને ચમત્કાર ગણાવ્યો છે. આ ઘટનાને ૨૦૦૯માં અમેરિકામાં એક વિમાન પક્ષીઓ સાથે ટકરાયા પછી એના હડસન નદીમાં ઇમર્જન્સી લૅન્ડિંગની ઘટના સાથે સરખાવવામાં આવે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK