કચરાના વજનથી દબાઈને છાપરું તૂટી પડતાં એકનું મૃત્યુ

રૂપસા ચક્રબર્તી | મુંબઈ | May 09, 2019, 11:05 IST

પઠાણ ચાલના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પઠાણ ચાલીમાં રહેનારાઓ માટે ટેકરી પર રહેનારાઓ દ્વારા નીચેની પાયરી પરના ઝૂંપડાઓ પર કચરો ફેંકવાની ઘટના નવી નથી.

કચરાના વજનથી દબાઈને છાપરું તૂટી પડતાં એકનું મૃત્યુ
કચરાના દબાણથી વ્યક્તિનું મૃત્યુ

કુર્લાની ચાલમાં રહેતાં ૪૮ વર્ષની વયના અબ્દુલ રશીદ કુરેશી અને તેની માતા ગઈ કાલે સવારે પોતાના ઝૂંપડામાં નાસ્તો કરી રહ્યાં હતાં ત્યારે અચાનક જ તેમની રૂમનું છાપરું તૂટી પડતાં છાપરાં પરના કચરાના ઢગલા નીચે દબાઈને અબ્દુલનું મૃત્યુ થયું હતું ત્યારે તેની માતા સાધારણ ઈજા સાથે બચી ગઈ હતી.

પઠાણ ચાલના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પઠાણ ચાલીમાં રહેનારાઓ માટે ટેકરી પર રહેનારાઓ દ્વારા નીચેની પાયરી પરના ઝૂંપડાઓ પર કચરો ફેંકવાની ઘટના નવી નથી. સતત ફેંકવામાં આવતા કચરાના વજનથી અનેક ઝૂંપડાઓની છતમાં તિરાડ પણ પડી ગઈ છે. કચરો ઉપાડવા બીએમસીના કર્મચારીઓ ચાલમાં આવતાં નથી, પરિણામે અમારે અનેક સમસ્યાઓ વેઠવી પડે છે. કચરાના ઢગલામાંથી આવતી માથું ફાડી નાખતી દુર્ગંધ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારામાં કચરામાં પગ મૂકીને ઘર સુધી પહોંચવાની કવાયત ખરેખર અસહનીય બની રહે છે.

આ પણ વાંચો : મુંબઈઃ વધતા જતા તાપમાન વચ્ચે વધ્યા શાકભાજીના ભાવ

ચૂંટણી દરમિયાન અમને સ્ટ્રીટ લાઇટ લગાવી આપવાની તેમ જ દુર્ગંધથી મુક્તિ મળે તેવી વ્યવસ્થા કરવાની, કચરો ઉપાડવાની વ્યવસ્થા કરાવી આપવા જેવાં અનેક વચનો આપવામાં આવે છે, જે ક્યારેય પૂરાં નથી થતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK