આ ભાઈએ મુંબઈમાં વેઇટલોસ ટ્રીટમેન્ટ કરાવીને બે વર્ષમાં 160 કિલો વજન ઉતાર્યું

Published: May 02, 2019, 12:27 IST | રૂપસા ચક્રબર્તી | મુંબઈ

૨૯૬ કિલોનો કેવિન ચેનાઇસ બે વર્ષમાં ૧૩૬ કિલો વજન સાથે જિનિવા પાછો ગયો

૨૯૬ કિલોનો કેવિન ચેનાઇસ બે વર્ષમાં ૧૩૬ કિલો વજન સાથે જિનિવા પાછો ગયો
૨૯૬ કિલોનો કેવિન ચેનાઇસ બે વર્ષમાં ૧૩૬ કિલો વજન સાથે જિનિવા પાછો ગયો

૨૦૧૩માં ભારે શરીરને કારણે એક ઍરલાઇને પ્લેનમાંથી ઉતારી મૂકેલા ૨૮ વર્ષના ફ્રેન્ચમૅનને મુંબઈમાં ડૉ. મુફઝ્ઝલ લાકડાવાલા પાસે વેઇટલોસ ટ્રીટમેન્ટ બાદ સ્થૂળતાના અભિશાપમાંથી મુક્તિ મળી છે. ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં કેવિન ચેનાઇસ બૅરિયાટ્રિક સર્જન ડૉ. લાકડાવાલા પાસે પહોંચ્યો ત્યારે એનું વજન ૨૯૬ કિલો હતું. ટ્રીટમેન્ટમાં સુરક્ષિત રીતે ૧૬૦ કિલો ગુમાવ્યા પછી ૧૩૬ કિલો વજન સાથે કેવિન તાજેતરમાં ફ્લાઇટમાં જિનિવા ખાતે ઘરે જવા રવાના થયો હતો. હવે કેવિને જમણો પગ સીધો કરવા માટે બે પ્રકારની ઓર્થોપેડિક સર્જરી કરાવવાની રહેશે. હાલમાં કેવિન વૉકરની મદદથી ચાલે છે, પરંતુ ડૉક્ટરે ઓર્થોપેડિક સર્જરી પછી સામાન્ય રીતે ચાલવા માંડશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : Election 2019: મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં મતદાનની ટકાવારીમાં વધારો

બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનનો ચાહક કેવિન પોતાને ‘ક્રિશ્ના કપૂર’ નામે પણ ઓળખાવે છે. શરૂઆતમાં બૅરિયાટ્રિક સર્જરી પછી આહાર પર કડક નિયંત્રણો અને નિર્ધારિત ટ્રેઇનિંગને પગલે ધીમે ધીમે કેવિનનું વજન ઘટવા માંડ્યું હતું. બે વર્ષ પહેલાં પિતા સાથે મુંબઈ આવેલો કેવિન માતાને મળવા જિનિવા જઈ રહ્યો છે. કેવિનને મુંબઈ ખૂબ ગમે છે. ટૂંક સમયમાં ભારતની ઓવરસીઝ સિટિઝનશિપની અરજી કરશે. કેવિનને ‘મુંબઈ મેરી જાન હૈ’ સૂત્ર પ્રિય છે અને પરિવાર સાથે આ શહેરમાં વસવાટ કરવા ઉત્સુક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK