સરદાર પટેલની જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન થયું

Published: Oct 31, 2019, 11:10 IST | Ahmedabad

દેશના સરદાર પટેલની 144મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સવારે 6 વાગે શાહીબાગ પોલિસ સ્ટેડિયમથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

CM વિજય રૂપાણીએ રન ફો યુનિટી કાર્યક્રમને ફ્લેગ ઓફ આપ્યું
CM વિજય રૂપાણીએ રન ફો યુનિટી કાર્યક્રમને ફ્લેગ ઓફ આપ્યું

Ahmedabad : દેશના સરદાર પટેલની 144મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સવારે 6 વાગે શાહીબાગ પોલિસ સ્ટેડિયમથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ રન ફોર યુનિટી સ્ટેડિયમથી રિવરફ્રન્ટ થઈ ડફનાળા થઈ અને શાહીબાગ સરદાર સ્મારક ખાતે આ દોડ પુરી થઈ હતી. રન ફોર યુનિટીમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, પોલીસ કમિશનર આશીષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા.સૌરાષ્ટ્રના દરેક શહેર અને ગામડાઓમાં યોજાઇ રન ફોર યુનિટી કાર્યક્રમ
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીને વધાવવા માટે સૌરાષ્ટ્રમાં પણ રન ફોર યુનિટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના દરેક શહેર અને ગામડાના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રાજકોટના વહીવટી તંત્ર દ્વારા આયોજીત રેલીમાં અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકોટની જનતા, સામાજીક સંસ્થાના લોકો , અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. હજારોની સંખ્યામાં સવારે 7 વાગ્યે લોકોએ એકતાના સંદેશા સાથે દોટ લગાવી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ પણ જુઓ : Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

રાજકોટના રેસકોર્સ ખાતે યોજાઇ રન ઓફ યુનિટી કાર્યક્રમ
રાજકોટના રેસકોર્સ રીંગરોડ ખાતે યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજર રહ્યા હતા. જ્યાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી બાદમાં રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK