રિક્ષાના મીટર સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય તો ફૉલ્ટ ડિટેક્ટર મશીન પકડી પાડે છે. જોકે નવાઈની વાત તો એ છે કે અંધેરી અને વડાલા આરટીઓ પાસે રિક્ષાનાં મીટર તપાસવા ફક્ત એક જ મશીન છે એવું આરટીઓ (રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ)નાં સૂત્રોએ જણાવ્યું હતું.
આ મશીન વગર રિક્ષાનાં મીટર તપાસવાનું મુશ્કેલ છે. એક મીટરની તપાસ કરવા માટે એક કલાક થાય છે. મશીનની અછતને કારણે જ રિક્ષાની મીટર સાથે ચેડાં કરતા રિક્ષાવાળાઓ સામેની ઝુંબેશ અટકાવી દેવામાં આવી છે. અંધેરી આરટીઓને મશીન પૂરું પાડવામાં આવ્યા બાદ આ ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવશે એવું આરટીઓનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ઑટોમોબાઇલના નિષ્ણાત અને શહેરની એક પૉલિટેક્નિક કૉલેજના ભૂતપૂર્વ લેક્ચરરે મીટર તપાસવા માટેનું આ મશીન બનાવીને અંધેરી આરટીઓને આપ્યું છે. હવે આરટીઓ તેમને વધારાનાં મશીનો બનાવી આપવાની વિનંતી કરી રહી છે.
મૉલની મુલાકાત લેનારા 53 ટકા ત્યાંથી ખરીદી કરતા નથી
Nov 26, 2019, 12:24 ISTમાહિમથી અંધેરી સુધીની સુવિધાજનક મુસાફરી માટે MMRDA 50 કરોડ રૂપિયા ખર્ચશે
Nov 22, 2019, 14:55 ISTઅંધેરી અને માહિમ સ્ટેશન પરથી જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસનું બોર્ડ હટાવાયું
Nov 22, 2019, 14:50 ISTવેસ્ટર્ન રેલવે માટે ફર્સ્ટ ક્લાસ કોચ માત્ર પુરુષો માટે જ
Nov 15, 2019, 12:12 IST