બાંદરાના મૅરેજ-ફંક્શનમાં એક્સાઇઝનો સપાટો : ગોવાનો દારૂ પકડાયો

Published: 13th December, 2011 09:29 IST

પાર્ટી-હૉલમાં આપવામાં આવતા ગેરકાયદે દારૂ સામે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે લાલ આંખ કરી છે. રવિવારે એણે બાંદરાના એક મૅરેજ-ફંક્શનમાં સપાટો બોલાવીને ગોવાનો દારૂ જપ્ત કર્યો હતો.

 

‘મિડ-ડે’ દ્વારા અગાઉ એવી માહિતી આપવામાં આવી હતી કે એકસાઇઝ ડિપાર્ટમેન્ટ બનાવટી દારૂના દૂષણને ડામવા પાર્ટી હૉલ પર ત્રાટકી શકે છે. એક સિનિયર એકસાઇઝ અધિકારીના જણાવ્યા મુજબ બાર-ટેન્ડરને ગોવાનો દારૂ આપવાની સૂચના આપવામાં આવી હતી. આ તમામ દારૂની કિંમત ૩૨,૦૦૦ રૂપિયા જેટલી થાય છે. એકસાઇઝ ડિપાર્ટમેન્ટે લાઇસન્સ લેનારી વ્યક્તિની ધરપકડ કરી હતી.

ક્રિસમસ તથા નવા વર્ષની ઉજવણીનો માહોલ જોતાં એકસાઇઝ ડિપાર્ટમેન્ટે પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્રમાં અન્ય શહેરોની સરખામણીમાં દારૂ ખૂબ મોંઘો હોવાથી અન્ય જગ્યાએથી દારૂ આવવાની શક્યતા પણ ઘણી વધી ગઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK