ચોર સુરંગ બનાવી બૅન્કમાંથી ૭0 લાખ રૂપિયા ઉઠાવી ગયા

Published: 3rd October, 2012 05:28 IST

રાજસ્થાનના જેસલમેરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં થયેલી ચોરીએ પોલીસને પણ વિચારતી કરી મૂકી છે.

ચાલાક ચોરોએ ૧૫ ફૂટ લાંબી સુરંગ બનાવી આ બૅન્કના સ્ટ્રૉન્ગરૂમમાંથી 70 લાખ રૂપિયાની ચલણી નોટો ઉઠાવી ગયા હતા. આ ઘટના રવિવારે રાત્રે બની હતી.

જેસલમેરના ઍડિશનલ પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ ગણપત લાલે જણાવ્યું હતું કે સોમવારે બૅન્કના કર્મચારીઓનું ધ્યાન સુરંગ તરફ જતાં આખી વાત બહાર આવી હતી. જો કે એ પહેલાં ચોર 17 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હતા. બૅન્કના સ્ટ્રૉન્ગરૂમમાં ૧૭ લાખ રૂપિયા જ હતા. પોલીસને એવી પણ શંકા છે કે બૅન્કનો કોઈ કર્મચારી પણ આ ચોરીમાં સામેલ હોઈ શકે છે. પોલીસના મતે સુરંગ ખોદવા માટે કોઈ મજૂરને બોલાવવામાં આવ્યો હોઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK