રાષ્ટ્રપતિ આવી રહ્યા હોવાથી સરકારી સરકિટ હાઉસનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો હતો જેની પાછળ કુલ ૧૬૧ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જે રૂમમાં રાષ્ટ્રપતિ રોકાવાના હતા એ રૂમને સજાવવા ૩૭ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, આ રૂમમાં પ્રણવ મુખરજી માત્ર એક કલાક જ રોકાયા હતા. માહિતી મેળવવાના અધિકાર હેઠળ માગવામાં આવેલી વિગતોમાં આ ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ભીમપ્પા ગાડા નામના આરટીઆઇ કાર્યકર્તાએ આ વિગતો મેળવી હતી. રાષ્ટ્રપતિના પ્રવાસ પાછલ કુલ ૧૯૮ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ચોંકાવનારી વધુ એક હકીકત એ છે કે જે સરકિટ હાઉસના સમારકામ પાછળ ૧૬૧ લાખ ખર્ચાયા હતા, એ સરકિટ હાઉસનું ગયા વરસે જ ૩૨ લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું.