‘બિગ બૉસ’માંથી અસીમ ત્રિવેદીને કાઢી મૂકવા RPIની માંગ

Published: 26th October, 2012 05:01 IST

રિયલિટી શો ‘બિગ બૉસ’ના ઘરમાંથી વિવાદાસ્પદ કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીને કાઢી મૂકવાની માગણી સાથે ગઈ કાલે આરપીઆઇ-એના નેતા રામદાસ આઠવલેના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકરોએ લોનાવલામાં આવેલા ‘બિગ બૉસ’ના લોકેશન પર મોરચો કાઢ્યો હતો.

અસીમ ત્રિવેદીને ૨૮ ઑક્ટોબરના શોમાંથી કાઢી નહીં મૂકવામાં આવે તો ‘બિગ બૉસ’ના ઘરમાં ઘૂસી જઈને અમે તેને બહાર કાઢીશું એવી ધમકી પણ રામદાસ આઠવલેએ આપી હતી. એટલું જ નહીં, આવતા વર્ષે આ શો માટે મંજૂરી નહીં આપવાની માગણી સાથેનું એક મેમોરેન્ડમ પણ આરપીઆઇના કાર્યકરો સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશનને આપી આવ્યા છે. જો અસીમને શોમાંથી બહાર નહીં કાઢવામાં આવે તો તેમની પાર્ટી ૨૯ ઑક્ટોબરે લોનાવલામાં બંધની હાકલ કરશે. ગયા અઠવાડિયે રામદાસ આઠવલેએ ટીવી-ચૅનલ કલર્સ સામે કથિત રીતે ભારતીય ચિહ્નોનું અપમાન તેમ જ બંધારણને કલંકિત કરનારા અસીમ ત્રિવેદીને રિયલિટી શોમાં સામેલ કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો.

આરપીઆઇ-એ = રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા - આઠવલે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK