આરપીએફના જવાને ટૅક્સીચાલક સાથે આચર્યું દુષ્કર્મ

Published: Jan 14, 2020, 10:19 IST | Mumbai

એમઆરએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને એ આરોપી કૉન્સ્ટેબલનું નામ અમિત ધનકડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઈમાં શનિવારે રાતે એક આંચકાજનક ઘટના બની હતી. રેડલાઇટ એરિયામાં જવાનો ઇનકાર કરનાર એક ટૅક્સીચાલક પર આરપીએફના જવાને બળાત્કાર કરતાં ખળભળાટમચી ગયો હતો. રેલવે સુરક્ષા ફોર્સ (આરપીએફ)ના જવાને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે એમઆરએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને એ આરોપી કૉન્સ્ટેબલનું નામ અમિત ધનકડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

એમઆરએ પોલીસ સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી અનુસાર ‘આરોપી અમિત શનિવારે રાતે પોતાની ડ્યુટી પૂરી કરીને ટૅક્સીમાં પી. ડિમેલો રોડ જવા માટે બેઠો હતો. જોકે પી. ડિમેલો રોડ પહોંચ્યા પછી તેણે ટૅક્સીચાલકને ગ્રાંટ રોડના રેડ લાઇટ એરિયામાં લઈ જવાનું કહ્યું હતું, પણ ટૅક્સી-ડ્રાઇવરે ત્યાં જવાનો ઇનકાર કર્યો હતો. જેથી આરોપી રોષે ભરાયો હતો અને તેણે ટૅક્સીચાલકને રેલવેના નિર્જન સ્થળે લઈ જઈને તેની મારઝૂડ કરી હતી અને ત્યાર બાદમાં અકુદરતી કૃત્ય આચર્યું હતું.’ 

એમઆરએ પોલીસે આરોપી અમિતની ભારતીય દંડસંહિતાની વિવિધ કલમ અનુસાર અમિતની ધરપકડ કરીને આ પ્રકરણમાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન રેલવે પ્રશાસને આ પ્રકરણની ગંભીર નોંધ લઈને અમિતને તાબડતોબ સસ્પેન્ડ કર્યો હતો. 

આરપીએફના જવાને ટૅક્સીચાલક સાથે આચર્યું દુષ્કર્મ

 
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK