ક્રિટિસાઇઝ ભલે ગમે તેને કરો, પરંતુ સાચી રીતે કરો

Published: 28th November, 2014 04:57 IST

આપણે ત્યાં હંમેશાં એવું રહ્યું છે કે જે દેખાય તેને કે પછી જે નબળો હોય તેને ક્રિટિસાઇઝ કરવામાં આવે, પણ એ જોવામાં નથી આવતું કે જે ક્રિટિસિઝમ કરવામાં આવે છે એ યોગ્ય છે કે નહીં.


સ્પેશ્યલ કમેન્ટ - રૂપકુમાર રાઠોડ,  સિંગર

હું નથી માનતો કે ક્યારેય કોઈ આર્ટિસ્ટ પોતાનું કામ વખોડવામાં આવે એવું ઇચ્છતો હોય, પછી એ કોઈ પણ ફીલ્ડનો આર્ટિસ્ટ હોય. આર્ટિસ્ટ જ્યારે પણ પોતાની કલાનું પ્રદર્શન કરતો હોય છે ત્યારે તેના મનમાં એક ઇમેજ હોય છે. તે પોતાના મનમાં રહેલી એ ઇમેજ સાથે જ પોતાની કલાને ડિરેક્શન આપે છે. એક નૉવેલ-રાઇટર હોય તો તે ક્યારેય ઇચ્છે ખરો કે તેની નૉવેલ માટે ખરાબ બોલવામાં આવે કે પછી એક ફિલ્મ-રાઇટર કોઈ દિવસ એવું ઇચ્છે ખરો કે તેની ફિલ્મમાં ãસ્ક્રપ્ટનો વાંક કાઢવામાં આવે? તે જ્યારે પણ મહેનત કરતો હોય છે ત્યારે ફુલ-હાર્ટેડ મહેનત જ હોય છે. તે જેન્યુઇનલી પ્રયત્નો કરતો રહેતો હોય છે કે બેસ્ટ કામ જ થાય. આમ તો હું રૅરલી પાર્ટીમાં જઉં છું, પણ થોડાં વર્ષો પહેલાં દોસ્તીયારીમાં એક પાર્ટીમાં જવાનું થયું ત્યારે એ પાર્ટીમાં એક બહુ મોટા ઍક્ટરે સરસ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે બધા ઇચ્છતા હોય છે કે પોતાની ફિલ્મ ‘શોલે’ જ બને અને ‘શોલે’ બનાવવા માટે જ બધા મહેનત કરતા હોય છે, પણ કોઈ વખત એવું પણ બની જાય કે ‘શોલે’ને બદલે ‘રામગોપાલ વર્મા કી આગ’ બની જાય અને ક્રિટિક્સને સહન કરવા પડે.

હકીકત એ છે કે જેનો વાંક હોય તેનું વિવેચન થવું જોઈએ, પણ એ આપણે ત્યાં નથી થતું. જો આજના સમયની વાત કરું તો બધા સાથે મળીને હની સિંહ, મિકા સિંહ અને એવા અનેક લોકો માટે કમેન્ટ કરશે; પણ ક્યારેય એ નહીં વિચારે કે તેમના માટે કમેન્ટ કરવાને બદલે મૂળભૂત રીતે જે દોષી કહેવાય તેમના વિશે બોલવું જોઈએ જેથી તેમના સુધી વાત પહોંચે. તમે માનશો નહીં, પણ કૉન્સર્ટ દરમ્યાન એક પણ ઇન્ટરવ્યુ એવો નથી જતો જેમાં મને આ બન્ને સિંગર અને તેમનાં સૉન્ગ્સ વિશે પૂછવામાં ન આવતું હોય. એક પણ ઇન્ટરવ્યુ એ લોકોના સવાલ વિનાનો જતો નથી.

જુઓ, એક વાત યાદ રાખજો કે બની રહેલાં એ સૉન્ગ્સ તેમના ફૅન્સને ગમે છે અને એટલે જ બને છે. વિરોધ હોવો જોઈએ તો એ સૉન્ગ્સને પ્રમોટ કરનારી કંપનીઓનો હોવો જોઈએ, પ્રોડ્યુસરનો હોવો જોઈએ જે પ્રમોશનમાં એ સૉન્ગનો એ હદે મારો ચલાવે છે કે ત્રણ વર્ષના બચ્ચાની જીભ પર પણ એ સૉન્ગ આવી જાય છે અને તે પણ દારૂ, શરાબ અને સેક્સના વર્ડ્સ સાથેનાં આ ગીતો ગાવા માંડે છે. મારું માનવું છે કે યોગ્ય લાગતું હોય તો એ બનાવવું જોઈએ, પણ બનાવ્યા પછી એનો એ હદે પ્રચાર ન કરવો જોઈએ કે જરૂર ન હોય એવી વ્યક્તિ સુધી પણ એ પહોંચી જાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK