દારૂ ઝિંદાબાદ બંધી મુર્દાબાદ

Published: Oct 11, 2019, 08:26 IST | રોનક જાની | નવસારી

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં બૂટલેગરો વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર અને એમાં જીવ ગયો નિર્દોષનો : કડોદરામાં બે બૂટલેગરોની લડાઈમાં થયેલા ફાયરિંગમાં રાહદારીનું મોત

ગુજરાતમાં દારૂને લઈને આપેલા નિવેદનથી રાજકારણ ભલે ગરમાયું
ગુજરાતમાં દારૂને લઈને આપેલા નિવેદનથી રાજકારણ ભલે ગરમાયું

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે ગુજરાતમાં દારૂને લઈને આપેલા નિવેદનથી રાજકારણ ભલે ગરમાયું અને એનો રાજકીય પક્ષો જે જવાબ આપવાનો આપે પણ હકીકત બદલાતી નથી કે ગુજરાતમાં દારૂબંધીને નામે નકરો દંભ જ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની જ વાત લો. અંગત અદાવતને લઈને બૂટલેગરો વચ્ચે છથી સાત રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી અને એમાં એક નિર્દોષ રાહદારીને ગોળી વાગતાં જીવ ગયો હતો. આ ઘટનાને પગલે સુરત પોલીસ સહિત રાજ્ય સરકારે નીચું જોવા જેવું થયું છે અને છેલ્લા ત્રણ દિવસથી ખૂબ ચગેલા દારૂના મુદ્દે સન્નાટો છવાઈ ગયો છે.
સુરત જિલ્લાના પલસાણા પોલીસની હદમાં બનેલી ઘટના પર નજર કરીએ તો જોળવા ગામે મૂળ ઓડિશાના ૨૨ વર્ષના મોહન પરીડા અને બન્નો માલિયા નામના બે બૂટલેગરો વચ્ચે લાંબા સમયથી ચાલતી તકરાર આખરે ચરમસીમાએ પહોંચી હતી. બે દિવસ અગાઉ બન્નો અને મોહન વચ્ચે ફરી ઝઘડો થયો હતો, જે બાબતે બન્નાએ સુરતથી ભાડૂતી માણસો મગાવ્યા હતા. મોહન તેની હોટેલ પર હાજર હતો ત્યારે દસથી પંદર માણસો ત્યાં તમંચા સાથે ધસી ગયા હતા અને મોહન કંઈ સમજે એ પહેલાં તેના પર આ ટોળકીએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગમાં મોહનને બન્ને પગની સાથળના ભાગે તેમ જ પેટના ભાગે
ગોળી વાગી હતી. જ્યારે રોડ પરથી પસાર થતા રોશન રાઠોડ નામના યુવકને ગોળી વાગી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુખ્ય માર્ગ ઉપર આડેધડ ફાયરિંગની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત બારડોલી ડીવાયએસપી, જિલ્લા એલએબીની ટીમ દોડતી થઈ હતી. હાલ ઈજાગ્રસ્ત મોહનની સારવાર ચાલી રહી છે. પોલીસએ મોહનના નિવેદનને આધારે બૂટલેગર બન્નો તેમ જ અન્ય આરોપીઓને પકડવાની કસરત ચાલુ કરી છે. 

આ પણ વાંચો : અમદાવાદઃ No Parkingમાં રહેલી પોલીસની બાઈક ટૉ ન કરવામાં આવતા પબ્લિકે લીધો ઉધડો

૨૦૧૬માં થયો હતો લઠ્ઠાકાંડ 

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં સુરતના આ જ કડોદરા વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો જેમાં ઝેરીલા દારૂને કારણે ૭ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને પોલીસની સંડોવણી પણ બહાર આવી હતી, જેને લઈને રેન્જ આઇજીથી લઈને ઉચ્ચ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી; જ્યારે સ્થાનિક પીએસઆઇ સહિત કુલ ૧૨ જેટલા પોલીસ સસ્પેન્ડ પણ થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK