ઍક્શન મારા DNAમાં છે અને આ હકીકત ક્યારેય ભુલાશે નહીં

Published: 18th November, 2014 05:11 IST

ફિલ્મ પ્યૉર ઍક્શન-થ્રિલર હોય તો ઑબ્વિયસ એમાં ઍક્શન હોય, પણ કૉમેડી ફિલ્મમાં પણ એન્ટરટેઇનિંગ ઍક્શન હોય તો એમાં ઍક્શન હોવી જોઈએ કે નહીં એ પ્રશ્ન ક્યારેક મને પુછાય ત્યારે મને જવાબ આપવાનું મન થતું હોય છે કે હા, જો એ મારી ફિલ્મ હોય તો ઍક્શન ઉમેરાય એમાં કશું ખોટું નથી.સ્પેશ્યલ કમેન્ટ - રોહિત શેટ્ટી, ફિલ્મ-ડિરેક્ટર

કારણ કે ઍક્શન મારા DNAમાં છે અને ઍક્શન સાથે જસ્ટિફાય કેવી રીતે થવું એની ખાસિયત મને લોહીમાં મળી છે. કૉમેડી શું, લવ-સ્ટોરી હોય તો એમાં પણ ઍક્શન હોઈ શકે છે, જો એ મારી ફિલ્મ હોય તો. હા, મારી-મચકોડીને એમાં ઍક્શન ઘુસાડવાની કોશિશ કરવામાં આવે તો એ ખોટું છે અને એવું ન જ કરવું જોઈએ, પણ જો ઍક્શન એન્ટરટેઇનર હોય અને ઑડિયન્સને એ એન્ટરટેઇનમેન્ટમાં આનંદ આવતો હોય તો એ પોર્શનને એમાં ઍડ કરવામાં કોઈ વિરોધ ન હોવો જોઈએ. ‘સિંઘમ’ પછી ઇન્ડસ્ટ્રીમાં શું ચેન્જ આવ્યો છે એ જુઓ. આજે એવી સિચુએશન છે કે આ પ્રકારની ફિલ્મમાં ઍક્શન કેવી હોવી જોઈએ એનો માઇલસ્ટોન પણ ‘સિંઘમ’ના લેવલ પર આવી ગયો છે. એક વાત યાદ રાખવાની કે જ્યારે કંઈક નવું કરવાની કોશિશ કરો ત્યારે બને કે લોકો એના પર હસી કાઢે, પણ જો તમારું વિઝન ક્લિયર હોય અને તમે તમારી જાતને જસ્ટિફાય કરી શક્યા હો તો હસનારાઓ જ તમારી સક્સેસ પછી એને કૉપી કરતા થઈ જાય છે.

એક સ્ક્રિપ્ટ લખતી વખતે કે ડેવલપ કરતી વખતે જો કોઈ વાત ધ્યાનમાં હોય તો એ એક જ વાત હોય કે એ ફૅમિલી-એન્ટરટેઇનર હોય, કારણ કે હું માનું છું કે આપણે ત્યાં ફૅમિલીને સાથે જવા માટે સૌથી બેસ્ટ ઑપ્શન કોઈ હોય તો એ ફિલ્મ છે અને એ ઑપ્શનને ક્યારેય અવગણવો ન જોઈએ. આ જ કારણસર ફિલ્મમાં કોઈ વલ્ગારિટી ન હોય એનું ધ્યાન રાખવાની કોશિશ કરવી જોઈએ. વલ્ગારિટીની સાથોસાથ ક્રુઅલ બનવાની પણ જરૂર નથી અને એટલે જ હું હંમેશાં એન્ટરટેઇનિંગ ઍક્શનની વાત કરતો રહ્યો છું. લોહીની છોળો ઊડે અને માણસના ટુકડેટુકડા કરી નાખવામાં આવે એ દેખાડવાની ક્યાંય જરૂર નથી. એ બધાની એક નેગેટિવ અસર ઊભી થતી હોય છે. ‘ઝમીન’થી લઈને ‘સિંઘમ રિટન્ર્સ’ સુધીની તમામ ફિલ્મો જોશો તો તમને દેખાશે કે આ વાતની બહુ કાળજી રાખવામાં આવી છે. લવ-ટ્રૅક હોય તો પણ એમાં ક્યાંય વલ્ગારિટી કે ઇરોટિક સીક્વન્સ ઍડ કરવાની પણ ટ્રાય ક્યારેય કરવામાં નથી આવી. હું માનું છું કે હું મારી ફૅમિલી સાથે વિનાસંકોચ ફિલ્મ જોઈ શકું અને કોઈ સીન આવે ત્યારે મારે નજર ન ફેરવવી પડે એ ફૅમિલી-એન્ટરટેઇનર, અને એ એન્ટરટેઇનમેન્ટ જે આપી શકે એ બૉક્સ-ઑફિસને જીતી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK