જ્યારે રોબર્ડ વાડ્રા મળ્યા ભવિષ્ય બતાવતી ગાયને...જાણો પછી શું થયું?

Published: 28th July, 2019 12:54 IST | નવી દિલ્હી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે કોઈ વિવાદ નથી ઉભો કર્યો પરંતુ તેમની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

જ્યારે રોબર્ડ વાડ્રા મળ્યા ભવિષ્ય બતાવતી ગાયને
જ્યારે રોબર્ડ વાડ્રા મળ્યા ભવિષ્ય બતાવતી ગાયને

ભારતની વિવિધતા અને બહુમુખી પ્રતિભા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે રોબર્ટ વાડ્રાએ રવિવારે ગાય સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી. સાથે જ એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં તેમણે ભવિષ્યનું કથન કરતી ગાય વિશે જણાવ્યું અને રસ્તા પર ફરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો.

COW


રોબર્ટ વાડ્રાએ લખ્યું કે તમે રસ્તા પર બહાર જઈ શકો છો અને ઘણું શીખી શકો છો. લોકોની મદદ કરો અને તેમના હસતા ચહેરાઓ જુઓ અને બદલામાં ગુલાબ પ્રાપ્ત કરો. વાડ્રાએ હસતા બાળકોના એક સમુહ સાથે ત્રણ તસવીરો શેર કરી. જેના કેપ્શનમાં લખ્યું કે ગુલાબ વેચતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ભવિષ્ય જણાવતી એક ગાયના વિશે પણ કહ્યું કે માથું હલાવીને ભવિષ્ય બતાવે છે.


વાડ્રાએ એક તસવીર અને વીડિયો શેર કરતા લખ્યું કે તમે ગાય પાસેથી પણ તમારું ભવિષ્ય જાણી શકો છો. આવી અદ્ભૂત દેશનો ભાગ હોવું ગર્વની વાત છે. વીડિયોમાં તેઓ એક સાધુ સાથે પણ વાત કરતા જોવા મળે છે. જેમાં તેમની સાથે એક ગાય પણ છે. વાડ્રા સાધુને પુછે છે કે શું તે મને બધું જ જણાવશે. ત્યારે સાધુ કહે છે કે હા, તે બધુ જ જણાવશે અને આશીર્વાદ પણ આપશે. આ શ્રાવણનો પવિત્ર મહિનો છે. જે બાદ ગાય વાડ્રાની પાસે આવે છે જે પોતાની ગાડીમાં બેઠા હોય છે. વાડ્રા ખૂબ જ પ્રેમથી ગાયને બોલાવે છે. તમને જણાવી દઈએ છે રોબર્ટ વાડ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

આ પણ જુઓઃ Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK