ગુજરાતી મહિલાને ત્યાં ૧૪ લાખની લૂંટ

Published: 26th August, 2012 04:46 IST

સાઉથ મુંબઈના હ્યુજ રોડ પર આવેલા જહાંગીર મૅન્શન નામના બિલ્ડિંગના બીજા માળે રહેતાં ૬૮ વર્ષનાં સિનિયર સિટિઝન માલવિકા રમેશ ઝવેરીના ઘરમાં ગઈ કાલે બપોરે બે ચોરોએ બળજબરીથી ઘૂસી જઈને ચાકુની ધાક બતાવી સોના-ચાંદીનાં ઘરેણાં, હીરા અને રોકડા રૂપિયા મળીને ૧૪ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ગામદેવી પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસે કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે પોણાબે વાગ્યે માલવિકાબહેન કચરો નાખવા મકાનની નીચે ઊતયાર઼્ હતાં અને ઘરે પાછાં જઈ રહ્યાં હતાં ત્યારે તેમની પાછળ બે યુવકો ઘરના દરવાજા સુધી આવ્યા હતા. માલવિકાબહેન ચાવી વડે ઘરનો દરવાજો ખોલીને ઘરમાં જઈ રહ્યાં હતાં એ વખતે ચાકુની ધાક દેખાડી તેઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરમાંથી ૧૪ લાખ રૂપિયાની મતા લૂંટીને નાસી ગયા હતા.’

ચોરીનો આવો જ બીજો બનાવ શુક્રવારે સાંતાક્રુઝમાં બન્યો હતો. ૫૦ વર્ષનાં બસપ્પા રંગપ્પા રામોશ્રીના ઘરમાં ચોરો ઘૂસી ગયો હતો અને ૬૧,૦૦૦ રૂપિયાની મતા લઈને નાસી ગયા હતા. બસપ્પા ગુરુવારે સાંજે તેની બહેનને મળવા તેના ઘરે ગઈ હતી. શુક્રવારે સાંજે તે ઘરે પાછી આવી ત્યારે તેને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. બસપ્પાના ઘરમાંથી ૫૪,૦૦૦ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં અને ૭૦૦૦ રૂપિયા રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશને નોંધાઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK