આરજેડીના ઉપપ્રમુખ રઘુવંશ પ્રસાદ સિંહે બિહારની ચૂંટણી પહેલાં પાર્ટી છોડી

Published: Sep 11, 2020, 13:24 IST | Agencies | Mumbai

એક લાઇનના રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું હતું કે જનનાયક કર્પુરી ઠાકુરના મૃત્યુ બાદથી લગભગ ૩૨ વર્ષથી હું તમારી પડખે ઊભો હતો, પરંતુ હવે નહીં.

આરજેડીના ઉપપ્રમુખ રઘુવંશ પ્રસાદ સિંહ
આરજેડીના ઉપપ્રમુખ રઘુવંશ પ્રસાદ સિંહ

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં આરજેડીના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદ સિંહે ગઈ કાલે પક્ષમાંથી રાજીનામું આપતાં પક્ષને મોટો ફટકો પડ્યો છે. તેમનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યાનુસાર જેલમાં રહેલા આરજેડી સુપ્રીમોને લખેલા પત્રમાં તેઓ પક્ષમાંથી છુટા થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. હૉસ્પિટલના બિછાનેથી રાંચીમાં ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ પ્રસાદને લખેલા એક લાઇનના રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું હતું કે જનનાયક કર્પુરી ઠાકુરના મૃત્યુ બાદથી લગભગ ૩૨ વર્ષથી હું તમારી પડખે ઊભો હતો, પરંતુ હવે નહીં.
પત્રના અંતમાં એક સમયના લાલુ પ્રસાદના વફાદારની નોંધ સાથે ઉમેર્યું હતું કે સામાન્ય જનતા ઉપરાંત મને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. મને માફ કરશો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK