અમદાવાદની સાબરમતીમાં હવે ફરતી થશે રિવર ક્રૂઝ

Published: 18th November, 2014 03:19 IST

સહેલાણીઓ એમાં બેસીને આંટો મારવા ઉપરાંત બર્થ-ડે અને લંચ–ડિનર સહિતની પાર્ટીઓ પણ કરી શકશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટમાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વધુ એક આકર્ષણ મૂકવા જઈ રહ્યું છે. સાબરમતીમાં ક્રૂઝનું નવું નજરાણું ટૂંક સમયમાં મૂકવામાં આવશે. સહેલાણીઓ ક્રૂઝમાં બેસીને માત્ર હરીફરીને આનંદ માંણી શકશે એટલું જ નહીં, પરંતુ લંચ–ડિનર પણ કરી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને ‘મિડ-ડે’ને કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટમાં આગામી ૧૦ મહિના બાદ રિવર ક્રૂઝ શરૂ થશે. ક્રૂઝ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે અને ગોવાની પાર્ટીને કામ આપ્યું છે. ક્રૂઝમાં સહેલાણીઓ અંદર જઈ શકશે. આ ક્રૂઝ બેથી ચાર કિલોમીટર ફરશે, એમાં બેસીને સહેલાણીઓ આનંદ માણી શકશે. ઉપરાંત એમાં બેસીને સહેલાણીઓ લંચ–ડિનર પણ લઈ શકશે. ક્રૂઝમાં બર્થ–ડે પાર્ટી અને એના જેવી પાર્ટી પણ કરી શકાશે.

સાબરમતીમાં ક્રૂઝ લંચ સમયથી શરૂ થશે અને એ પાલડી–જમાલપુર વચ્ચે બનેલા સરદાર પટેલ બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટના કિનારે પાર્ક થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK