Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રિયા ચક્રવર્તીની ધરપકડ

રિયા ચક્રવર્તીની ધરપકડ

08 September, 2020 07:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિયા ચક્રવર્તીની ધરપકડ

રિયા ચક્રવર્તીની ધરપકડ

રિયા ચક્રવર્તીની ધરપકડ


સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case) કેસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી - NCB)એ સતત ત્રણ દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવાના બ્રેકિંગ સમાચાર આવ્યા છે.

 
 
 
View this post on Instagram

Just in: #RheaChakrobarty arrested by NCB #SushantSinghRajputDeathCase

A post shared by Viral Bhayani (@viralbhayani) onSep 8, 2020 at 3:04am PDT




નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહ્યું કે, રિયા ચક્રવર્તીની એનસીબીએ ધરપકડ કરી છે. 

મેડિકલ ટેસ્ટ માટે તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને રિમાન્ડ માટે સાડા સાત વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમે મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. 


રિયાના વકીલ સતિષ માનશિંદેએ ધરપકડને 'ન્યાયની વિડંબના' ગણાવીને કહ્યું કે, એક મહિલા ડ્રગ એડિક્ટ, માનસિક બિમારીથી પિડાતા વ્યક્તિને પ્રેમ કરતી હતી તેથી ત્રણેય એજન્સીએ આ મહિલાનો શિકાર કર્યો છે. મુંબઈના પાંચ અગ્રણી મનોચિકિત્સક તેનો ઈલાજ કરી રહ્યા હતાં. તેણે ખોટી દવા લીધી હોવાથી આત્મહત્યા કરી હતી. 

બિહાર ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, રિયા ચક્રવર્તી સંપૂર્ણ ખુલ્લી પડી છે, તેના ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન છે. એનસીબીને તેના વિરુદ્ધ પુરાવા મળ્યા તેથી જ તેની ધરપકડ થઈ છે.

ડ્રગ્સ કનેક્શનમાં શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કર્યા બાદ હવે ધરપકડની તલવાર અભિનેત્રી રિયા ચક્રવર્તી પર તોળાઇ રહી હતી .રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા રિયાની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.આ દરમિયાન રિયાએ ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ખુલાસો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શ’ના લીધે એક્ટરની એંક્ઝાઈટીમાં વધારો થયો હતો. રિયાએ પ્રિયંકા સિંહ અને રામ મનોહર લોહિયા હૉસ્પિટલના ડૉક્ટર તરૂણ કુમાર વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત દિલ્હીમાં આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ પેશન્ટ છે, પરંતુ વાસ્તવમાં 8મી જૂને તો તે મુંબઈમાં હતો.

ગઈ કાલે રિયાએ આ ફરિયાદ નોંધાવતા બાદ મુંબઈ પોલીસે તપાસ કરી અને આજે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આત્મહત્યા કરવા ઉશ્કેરવા બદલનો કેસ દાખલ કર્યો છે. રિયાની આ નવી ફરિયાદમાં પ્રિયંકા, મિતુ અને રામ મનોહર લોહિયાના ડૉક્ટરનો સમાવેશ છે.

જોકે આજે રિયા ચક્રવર્તીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રિયાએ પૂછપરછમાં 25 બૉલીવુડ સેલિબ્રીટીઝના પણ નામ આપ્યા છે. આ 25 સેલિબ્રીટીઝને સમન્સ મોકલવામાં આવશે. રિયાએ કહ્યું કે, સુશાંત તેને જબરદસ્તી ડ્રગ્સ આપતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 07:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK