રિયા-સેમ્યુઅલ મિરાંડાના ઘરે NCB ટીમના દરોડા, મિરાંડા અને શૌવિકની ધરપકડ

Updated: Sep 04, 2020, 11:26 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ કેસની તપાસ સીબીઆઇના હાથમાં છે પણ ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી એનસીબી એક્ટિવ થઈ છે. આમ થવાનું કારણ ગૃહ મંત્રાલય અંતર્ગત એનસીબી જ તે એજન્સી છે જેનું કામ ડ્રગ ટ્રાફિકિંગ સામે લડવાનું અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવાનું છે.

સેમ્યુઅલ મિરાંડાના ઘરે NCBનાં દરોડા
સેમ્યુઅલ મિરાંડાના ઘરે NCBનાં દરોડા

સુશાંત સિંહ રાજપૂત (Sushant singh Rajput Case) મામલે તપાસ હવે ડ્રગ્સ (Drugs Angle) એંગલ પર ફોકસ થઈ છે. શુક્રવારે સવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે કેસમાં આરોપી રિયા (Rhea Chakraborty) ચક્રવર્તીના ઘરે દરોડા પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ટીમ રિયાના ઘરે પ્રાઇમ રોજ સોસાઇટી સવારે લગભગ 6.30 વાગ્યે પહોંચી. એનસીબી (NCB team) ટીમની સાથે મુંબઇ પોલીસ (Mumbai Police) અને સીબીઆઇ (CBI team) ટીમ પણ ત્યાં હાજર હોવાના સમાચાર છે. શૌવિકના ડ્રગ્સ ડીલિંગ મામલે સામેલ થવાની શંકાએ ટીમ પુરાવા મેળવવા પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રિયા ચક્રવર્તી અને સુશાંતના સ્ટાફના કેટલાક લોકોના ડ્રગ ચેટ્સ સામે આવ્યા હતા. જેના પછી આ કેસમાં એનસીબીની ટીમ એક્ટિવ છે. રિયાના સહયોગી સેમ્યુઅલ (Semual Miranda) મિરાંડાને ત્યાં પણ રેઇડ (Raid) નાખવામાં આવી છે. ટીમનું નેતૃત્વ જૉઇન્ટ ડાયરેક્ટર સમીર વાનખેડે કરતાં હતા. એનસીબીએ આ કેસમાં ત્રણ ડ્રગ સપ્લાયર્સની પણ ધરપકડ કરી છે. આમ તો આ કેસની તપાસ સીબીઆઇના હાથમાં છે પણ ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી એનસીબી એક્ટિવ થઈ છે. આમ થવાનું કારણ ગૃહ મંત્રાલય અંતર્ગત એનસીબી જ તે એજન્સી છે જેનું કામ ડ્રગ ટ્રાફિકિંગ સામે લડવાનું અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવાનું છે.

એનસીબીએ પાડેલા દરોડા બાદ રિયાના ઘરે હજી પણ ટીમની તપાસ ચાલું છે ત્યારે રિયાના ભાઈ શોવિકની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ સેમ્યુઅલ મિરાંડાની પણ પોલીસે ધરપકડ કરી છે.

NCBએ સેમ્યુઅલ મિરાંડાની કરી ધરપકડ
લગભગ 2 કલાકની તપાસ પછી NCBની ટીમે સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી છે. એનસીબીની બે ટીમનું પેરેલલ સર્ચ ઑપરેશન ચાલી રહ્યું હતું. એક ટીમ રિયા ચક્રવર્તીના ઘરે હતી અને બીજી સેમ્યુઅલ મિરાંડાના ઘરે.

શું છે NCBનું કામ
NCBનું ગઠન 1986માં થયું હતું. કામ છે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકરાના વિભિન્ન વિભાગો સાતે મળીને ડ્રગ્સ પર પ્રતિબંધ મૂકવો. આમાં વિદેશી એજન્સીઓની પણ મદદ લેવામાં આવે છે. એનસીબીના ડાયરેક્ટર જનરલ સામાન્ય રીતે આઇપીએસ કે આઇઆરએસ અધિકારી હોય છે. એનસીબી જે એજન્સીઓના સહયોગથી કામ કરે છે, તેમાં સીબીઆઇ સિવાય કસ્ટમ્સ, એક્સાઇઝ અને સેન્ટ્રલ ઇકોનૉમિક ઇન્ટેલિજન્સ બ્યૂરો પણ સામેલ છે.

કોણ છે IPS સમીર વાનખેડે?
સુશાંત કેસમાં જ્યારે ડ્રગ્સનો એંગલ સામે આવ્યો ત્યારે તપાસ માટે ખૂબ જ જાણીતા આઇપીએસ અધિકારી સમીર વાનખેડેને મોકલવામાં આવ્યા. પહેલા ડીઆરઆઇમાં રહેનારા વાનખેડેને ખાસ કરીને એનસીબી મોકલવામાં આવ્યા. તે પહેલા પણ એનસીબીમાં રહ્યા છે. વાનખેડે પહેલા પણ ફિલ્મ જગત અને ડ્રગ્સના કનેક્શન્સ પર કામ કરી ચૂક્યા છે. આ અધિકારીને ડ્રગ્સ અને તેની સાથે જોડાયેલા કેસ માટે એક્સપર્ટ માનવામાં આવે છે. 2004 બૅચના આઈપીએસ સમીરની પહેલી પોસ્ટિંગ મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ અધિકારી તરીકે થઈ હતી. પછી તેમને આંધ્ર પ્રદેશ અને દિલ્હી પણ મોકલવામાં આવ્યા. સમીર વાનખેડેના નેતૃત્વમાં જ છેલ્લા બે વર્ષમાં લગભગ 17 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK