સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો ત્યાર બાદ બાદ મંગળવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) ધરપકડ કરીને કોર્ટની સમક્ષ હાજર કરી હતી. કોર્ટે રિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયાના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે માન્ય નથી રાખી. કોર્ટમાં એનસીબીએ રિયાના જામીનનો વિરોધ કર્યો છે. જો રિયાની જામીનની અરજી રદ થશે તો રિયાને આખી રાત એનસીબીની ઓફિસમાં રહેવું પડશે જ્યાંથી સવારે તેને સીધી જેલ મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ રિયા ચક્રવર્તીની ધરપકડ
એનસીબીએ જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું રિયા ચક્રવર્તી કેસમાં આરોપી છે. જો જામીન તે છૂટી જાય છે તો તેની અસર કેસ પર પડી શકે છે. રિયાએ કેટલીક મહત્વની જાણકારી આપી છે જેની પુરતી તપાસ થાય એ બહુ જ જરૂરી છે.
આ પણ વાંચોઃ એક ડ્રગ એડિક્ટને પ્રેમ કરતી હતી એટલે રિયાનો ‘શિકાર’ થયોઃ સતિષ માનશિંદે
રિયાના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, એનસીબીના અધિકારી અનુસાર રિયાએ તપાસમાં સહયોગ આપ્યો છે. એનસીબીએ રિમાન્ડની માગણી કરી નથી કેમકે તેમણે પૂછપરછ પૂરી કરી લીધી છે. રિયા પોતે ડ્રગ્સ લીધા નથી કે ન તો તેણે કોઇને માટે તેની સગવડ કરી છે તો તેને જામીન મળવા જ જોઇએ અને જરૂર પડ્યે તે તપાસમાં સહયોગ કરશે.