રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

Updated: Sep 07, 2020, 18:52 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બહેને આપેલી ‘બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શ’ના લીધે સુશાંતની એંક્ઝાઈટીમાં વધારો થયો હતો?

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતને marijuanaની આદત હતી. અભિનેત્રીએ કબૂલ કર્યું કે તે ડ્રગ્સ ખરીદતી હતી પરંતુ સ્પષ્ટ કર્યું કે આ ડ્રગ્સ સુશાંત અને તેના મિત્રો માટે ખરીદતી હતી. રિયાએ પૂછપરછમાં એનસીબીને સુશાંત, તેના મિત્રો અને બૉલીવુડના ઘણા નામો આપ્યા છે જે નિયમિત ડ્રગ્સનું સેવન કરે છે.

ગઈ કાલે રિયાની છ કલાક પૂછપરછ થઈ હતી, આજે પણ તેને સવાલો કરવામાં આવી રહ્યા છે. રિયાએ હવે સુશાંતની બહેન પ્રિયંકા સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે, ‘બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શ’ના લીધે એક્ટરની એંક્ઝાઈટીમાં વધારો થયો હતો.

રિયાએ પ્રિયંકા સિંહ અને રામ મનોહર લોહિયા હૉસ્પિટલના ડૉક્ટર તરૂણ કુમાર વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત દિલ્હીમાં આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ પેશન્ટ છે, પરંતુ વાસ્તવમાં 8મી જૂને તો તે મુંબઈમાં હતો.

આ ફરિયાદ સુશાંત અને તેની બહેનના 8 જૂનના વોટ્સએપ્પ મેસેજના આધારે કરવામાં આવી છે, જે દિવસે રિયાએ સુશાંતનું ઘર છોડ્યું હતું. ચેટ ઉપરથી જણાય છે કે જ્યારે પણ સુશાંતને એંક્ઝાઈટી એટેક માટે થઈને તે એક અઠવાડિયાથી લિબ્રિયમ, નેક્સિટો અને લોનાઝીપ લેતો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK