સુશાંત સિંહ રાજપૂત કેસ: રિયા ચક્રવર્તીએ CBIને કરી આ ફરિયાદ

Published: 12th October, 2020 21:02 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

રિયાએ કહ્યું કે તેની વિરુદ્ધ કરેલા આરોપ ખોટાં છે અને ઘડેલા છે. આ ફરિયાદમાં રિપબ્લિક ટીવીનું પણ નામ છે.

રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)
રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh rajput)ના નિધન મામલે આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તી (Bollywood Actress Rhea Chakraborty)એ પોતાની પડોશણ ડિમ્પલ થવાની (Dimple Thavani) વિરુદ્ધ સીબીઆઇ (CBI)ને લેખિતમાં ફરિયાદ કરી છે. રિયાએ સીબીઆઆઇને પત્ર લખીને ડિમ્પલ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. રિયાએ કહ્યું કે તેની વિરુદ્ધ કરેલા આરોપ ખોટાં છે અને ઘડેલા છે. આ ફરિયાદમાં રિપબ્લિક ટીવીનું પણ નામ છે.

જણાવવાનું કે રિયાની પાડોશણ ડિમ્પલે દાવો કર્યો હતો કે 13 જૂનની રાતે સુશાંત સિંહ રાજપૂત રિયાને છોડ્યા પછી તેની બિલ્ડિંગ સુધી આવ્યો હતો. જણાવવાનું કે 14 જૂનના સુશાંત સિંહ રાજપૂત મુંબઇના બાન્દ્રા સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળ્યો હતો.

મૃત્યુ મામલે તપાસ સીબીઆઇ કરી રહી છે. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સીબીઆઇની પૂછપરછમાં ડિમ્પલ આ આરોપ સાબિત કરી શકી નહોતી.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સાત ઑક્ટોબરના મુંબઇ હાઇ કૉર્ટે જામીન આપ્યા હતા. ત્યારે હાઇ કૉર્ટે કહ્યું હતું કે, "રિયા ડ્રગ ડીલર્સનો ભાગ નથી. તેણે કહેવાતી રીતે ખરીદેલા માદક પદાર્થને પૈસા કે અન્ય લાભ માટે કોઇને નહોતા આપ્યા."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK