Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > RBIએ 2019-20માં રૂ.2000ની એકેય નોટ છાપી નથી

RBIએ 2019-20માં રૂ.2000ની એકેય નોટ છાપી નથી

25 August, 2020 08:25 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

RBIએ 2019-20માં રૂ.2000ની એકેય નોટ છાપી નથી

સર્ક્યુલેશનમાં રૂ.2000ની નોટનો હિસ્સો ઓછો કરવા માટે પ્રિન્ટિંગ કરવામાં આવ્યું નથી

સર્ક્યુલેશનમાં રૂ.2000ની નોટનો હિસ્સો ઓછો કરવા માટે પ્રિન્ટિંગ કરવામાં આવ્યું નથી


રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20માં રૂ.2000ની એક પણ નોટ છાપવામાં આવી નથી. સર્ક્યુલેશનમાં રૂ.2000ની નોટનો હિસ્સો ઓછો કરવા માટે પ્રિન્ટિંગ કરવામાં આવ્યું નથી.

2016-17માં કુલ સર્ક્યુલેશનમાં 2000ની નોટનો હિસ્સો 50 ટકા હતો, જે 2019-20માં ઘટીને 22 ટકા થયો છે. માર્ચ 2018ના અંતે રૂ.2000ની કુલ 33,632 લાખ નોટ હતી, જે માર્ચ 2019ના અંત સુધીમાં ઘટીને 32,910 લાખ અને માર્ચ 2020ના અંતમાં 27,398 લાખ નોટ્સ થઈ છે, એમ RBIના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.



માર્ચ 2020ના અંત સુધીમાં કુલ ચલણી નોટમાં રૂ.2000ની નોટ 2.4 ટકા જેટલી હતી, જે માર્ચ 2019ના અંતમાં 3 ટકા અને માર્ચ 2018માં 3.3 ટકા હતી.


માર્ચ 2020ના અંત સુધીમાં મૂલ્યની દૃષ્ટિએ 2000ની નોટનો સર્ક્યુલેશનમાં 22.6 ટકા હિસ્સો છે, જે માર્ચ 2019માં 31.2 ટકા અને માર્ચ 2018ના અંતમાં 37.3 ટકા હતો. જોકે વર્ષ 2018થી રૂ.500 અને તે પછી રૂ.200ની નોટ સર્ક્યુલેશનમાં વધી હતી.

RBIના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રૂ.2000ની નોટનું 2019-20 દરમિયાન પ્રિન્ટિંગ થયું નથી. તેમ જ BRBNMPL (Bharatiya Reserve Bank Note Mudran Private Limited) અને SPMCIL (Security Printing and Minting Corporation of India Limited) પાસે પણ કોઈ નવી સપ્લાઈ નથી.


2019-20માં બૅન્કનોટ્સનું પ્રિન્ટિંગ વાર્ષિક ધોરણે 13.1 ટકા ઘટ્યું હતું. COVID-19 મહામારીને લીધે સૂચિત સમયગાળામાં બૅન્કનોટ્સની સપ્લાઈ પણ 23.3 ટકા ઘટી હતી. રૂ.500ની નવી 1463 કરોડ નોટ્સ છાપવામાં આવી જેમાંથી 1200 કરોડ નોટ્સની સપ્લાઈ થઈ હતી. જ્યારે 2018-19માં 1169 કરોડ નોટ્સ છપાઈ જેમાંથી 1147 કરોડની સપ્લાઈ થઈ હતી.

BRBNMPL અને SPMCILને 2019-20માં રૂ.100ની 330 કરોડ નોટ્સ, રૂ.50ની 240 કરોડ નોટ્સ, રૂ.200ની 205 કરોડ નોટ્સ, રૂ.10ની 147 કરોડ નોટ્સ અને રૂ.20ની 125 કરોડ નોટ્સ છાપવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. આમાંથી મોટા ભાગની નોટ્સ સર્ક્યુલેશનમાં પણ આવી છે.

રિપોર્ટમાં ફેક નોટ્સની પણ માહિતી આપવામાં આવી છે. કુલ 2,96,695 ફેક નોટ્સ મળી આવી હતી. જેમાંથી રિઝર્વ બૅન્કમાં 4.6 ટકા અને અન્ય બૅન્કોમાં 95.4 ટકા ફેક નોટ્સ હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 08:25 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK