બાબાસાહેબ આંબેડકર અને ગૌતમ બુદ્ધનું સ્મારક બનાવો

Published: 7th December, 2011 09:42 IST

આવી માગણી સાથે રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો ગઈ કાલે પોલીસ-બંદોબસ્ત તોડીને ઇન્દુ મિલમાં ઘૂસ્યાડૉ. બાબાસાહેબ આંબેડકરના પંચાવનમા મહાપરિનર્વિાણ દિન નિમિત્તે ગઈ કાલે લાખો લોકો શિવાજી પાર્ક (ચૈત્યભૂમિ)માં ગઈ કાલે આવી પહોંચ્યા હતા. આ લોકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિજય અસો એવા નારા લગાવ્યા હતા. ચૈત્યભૂમિનાં દર્શન માટેની લાઇન વરલી સીફેસ સુધી પહોંચી ગઈ હતી. સોમવારે રાતના જ પચીસ લાખ જેટલા અનુયાયીઓ ચૈત્યભૂમિ પર આવ્યા હતા એવો અંદાજ ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાપરિનર્વિાણ દિન સમન્વય સમિતિએ કર્યો હતો. આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા)ના કાર્યકરોએ દાદરના વીર સાવરકર માર્ગ પર આવેલી ઇન્દુ મિલમાં ઘૂસીને એ જગ્યા પર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ગૌતમ બુદ્ધનું સ્મારક બનાવવાની માગણી કરી હતી. આરપીઆઇના નેતા આનંદરાજ આંબેડકર અને કાર્યકરો મિલનો તાબો લેવા માટે પોલીસબંદોબસ્ત તોડીને મિલમાં ઘૂસ્યા હતા. આ મિલને મુદ્દે ચાલી રહેલા રાજકારણને લઈને ગઈ કાલ સવારથી જ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસબંદોબસ્ત તોડીને ૮૦૦ જેટલા કાર્યકરો મિલમાં ઘૂસ્યા હતા અને ત્યાં સ્મારક બનાવવાની માગણી કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે ચૈત્યભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત બેસ્ટ (બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ) અન્ડરટેકિંગ દ્વારા સ્પેશ્યલ બસો દાદરથી શિવાજી પાર્ક વચ્ચે દોડાવવામાં આવી હતી. સુધરાઈ દ્વારા  દાદર સ્ટેશન, શિવાજી પાર્ક, ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઘર રાજગૃહ અને કુર્લા ટર્મિનસ નજીક છ મેડિકલ સ્ટૉલ ઊભા કરવામાં આવ્યા હતા.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK