આવતી કાલે પરિણામનો દિવસ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ કાલે આવવાનું છે સાથોસાથ ૧૦ રાજ્યોની ૫૪ બેઠકો ઉપર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ પણ કાલે જ આવશે. ગુજરાતની ૮ બેઠકોની મત ગણતરી પણ કાલે જ થશે. આમ ભારતના રાજકારણ માટે આવતી કાલનો દિવસ ઘણો મહત્ત્વનો છે. કાલે મધ્ય પ્રદેશમાં પણ પરિણામો નવાજૂની સર્જી શકે છે.
બિહારની ૨૪૩ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પહેલાં આવેલા એક્ઝિટ પોલમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળની આગેવાની હેઠળના મહાગઠબંધનની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. એક્ઝિટ પોલનાં પરિણામોથી પ્રોત્સાહિત કૉન્ગ્રેસને હવે એના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવવા લાગ્યો છે.
કૉન્ગ્રેસ હવે ઍક્ટિવ મોડમાં આવી ગઈ છે. મતોની ગણતરી બાદ કૉન્ગ્રેસે ધારાસભ્યોને એકજુટ રાખવા માટે બે વરિષ્ઠ નેતાઓને પટના મોકલ્યા છે. કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવ અવિનાશ પાંડે અને રણદીપસિંહ સુરજેવાલાને પટના મોકલ્યા છે.
ગુજરાતની ૮ બેઠકનું પણ આજે છે રિઝલ્ટ
ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી ગઈ તા. ૩ નવેમ્બરે મતદાન યોજાયું હતું જેનું પરિણામ આવતી કાલે આવશે. વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ ૬૦.૭૫ ટકા મતદાન થયું છે. આવતી કાલે સવારથી જ આ તમામ બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે, જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લીંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણીમાં હવે પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકયું છે. આ પરિણામો બીજેપી અને કૉન્ગ્રેસ માટે ખૂબ મહત્ત્વનાં પુરવાર થશે એ વાત નિશ્ચિત છે. આઠ બેઠકો માટે થઈને મતગણતરી કેન્દ્રો પણ આઠ નક્કી કરી દેવામાં આવ્યાં છે, જેના પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે મુખ્ય મંત્રી ઑફ બિહાર તેજસ્વી યાદવને સીએમ બનવાની શુભેચ્છા આપતાં પોસ્ટરો લાગી ગયાં
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે આવવાનાં છે પરંતુ મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવ આજથી જ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને આજથી જ ‘મુખ્ય મંત્રી ઑફ બિહાર’ બની ગયા છે.
તેજસ્વી યાદવનો આજે ૩૧મો જન્મદિવસ પણ છે અને આવતી કાલે બિહાર ચૂંટણીનું કાઉન્ટિંગ છે. એવામાં તેજસ્વીના સમર્થક આજથી જ તેમને રાજ્યના સીએમ ગણાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે બિહાર ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં મોટા ભાગે મહાગઠબંધનની સરકારની ભવિષ્યવાણી કરાઈ છે.
બિહારની રાજધાની પટનાના રસ્તા પર તેજસ્વી યાદવના ભાવિ સીએમવાળાં પોસ્ટર પણ લાગ્યાં છે. પટનાના રસ્તા પર તેજસ્વીના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા પોસ્ટર લાગ્યાં છે. કેટલાંય પોસ્ટરમાં તેમને બિહારના ભાવિ સીએમ ગણાવ્યા છે.
સોશ્યલ મીડિયા પર ‘મુખ્ય મંત્રી ઑફ બિહાર’ ટ્રેન્ડ કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે તેજસ્વી મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર પણ છે અને જો મહાગઠબંધન બિહાર ચૂંટણીમાં જીતે છે તો તેમનું સીએમ બનવાનું નક્કી છે. તેજસ્વીએ આખા પ્રચાર દરમ્યાન રોજગારી અને બદલાવનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમને કોર વોટરની સાથોસાથ યુવા વોટરોનું પણ સમર્થન તેમને મળતું દેખાઈ રહ્યું હતું. સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓ મળી રહી છે.
લતા મંગેશકરને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી
17th January, 2021 20:33 ISTG-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન
17th January, 2021 16:37 ISTWhatsappની નવી રીત, Statusમાં સમજાવ્યા પ્રાઇવસી નિયમો
17th January, 2021 16:14 ISTIndian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ
17th January, 2021 13:18 IST