આઠ વર્ષથી શ્વાસની તકલીફવાળા સુરતના યુવકને વિરલ સર્જરીથી રાહત

Published: 24th September, 2020 10:03 IST | Agencies | Mumbai

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ઍડ્વાન્સ કાર્ડિઍક સાયન્સિસની એક ટીમ દ્વારા કરવામાં આવેલી વિરલ એવી નિવારક શસ્ત્રક્રિયાથી તેની તકલીફનો અંત આવ્યો હતો.

ડૉ.અન્વય મૂળે અને ટીમ સાથે ભાવેશ સાભડિયા.
ડૉ.અન્વય મૂળે અને ટીમ સાથે ભાવેશ સાભડિયા.

હીરાના કારખાનામાં કામ કરતા સુરતના રહેવાસી ૩૬ વર્ષના ભાવેશ સાભડિયાને છેલ્લાં આઠ વર્ષથી ફેફસાની તકલીફ હતી અને ડૉક્ટરોએ ફેફસાના પ્રત્યારોપણની સલાહ આપી હતી. જ્વલ્લેજ જોવા મળતી આ તબીબી સ્થિતિમાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ઍડ્વાન્સ કાર્ડિઍક સાયન્સિસની એક ટીમ દ્વારા કરવામાં આવેલી વિરલ એવી નિવારક શસ્ત્રક્રિયાથી તેની તકલીફનો અંત આવ્યો હતો.
સર એચ.એન.આર.એફ.એચ.ના ડૉ. અન્વય મૂળેના વડપણ હેઠળના ઍડ્વાન્સ્ડ કાર્ડિઍક સર્જરી વિભાગે હૃદય-ફેફસાના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા કરવાને બદલે પલ્મોનરી એન્ડાર્ટેરેક્ટોમીની સર્જરી કરવાનો નિર્ણય કર્યો. સર્જરી સફળ રહેતાં આજે ભાવેશભાઈ શ્વાસની તકલીફ વિના કોઈ સામાન્ય પિતાની જેમ તેમની પુત્રી સાથે રમવાનું વિચારી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK