ફૉર્ચ્યુન ઇન્ડિયાએ દેશની ૫૦૦ દિગ્ગજ કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શિખર પર રહી. ફૉર્ચ્યુન ઇન્ડિયાએ કહ્યું કે ભારતની સૌથી મોટી ઑઇલ કંપની ઈન્ડિયન ઑઇલ કૉર્પોરેશન બીજા સ્થાન પર રહી. ત્યાર બાદ ઓએનજીસીનું સ્થાન છે. યાદીમાં દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ચોથા સ્થાન પર છે. યાદી ફૉર્ચ્યુન ઇન્ડિયાએ જાહેર કરી છે જે કલકત્તાસ્થિત આર. પી. સંજીવ ગોયન્કા સમૂહનો હિસ્સો છે.
ટૉપ ટેન કંપનીઓ
૧. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
૨. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન
૩. ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન
૪. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
૫. ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ
૬. તાતા મોટર્સ
૭. સ્વર્ણ પ્રસંસ્કરણ સાથે જોડાયેલી રાજેશ એક્સપોર્ટ
૮. દેશની સૌથી મોટી આઇટી સેવા કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ
૯. દેશની સૌથી મોટી પ્રાઇવેટ બૅન્ક આઇસીઆઇસીઆઇ
૧૦. લાર્સન ઍન્ડ ટૂબ્રો
આજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...
25th January, 2021 14:31 ISTઇડીએ હરિયાણાસ્થિત કંપની અને તેના ડિરેક્ટરો સામે મની લૉન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી
25th January, 2021 11:35 ISTકૉન્ગ્રેસે કરાવી હતી સુભાષચંદ્ર બોઝની હત્યા: સાક્ષી મહારાજ
25th January, 2021 11:31 ISTરાજપથ જેવી જ હશે ટ્રૅકટર પરેડ
25th January, 2021 11:29 IST