રિલાયન્સે કોરોનાની રેપિડ ટેસ્ટ કિટ્સ માટે ઇઝરાયલી કંપની જોડે સોદો કર્યો

Published: 28th January, 2021 12:28 IST | Agencies | Mumbai

રિલાયન્સે કોરોનાની રેપિડ ટેસ્ટ કિટ્સ માટે ઇઝરાયલી કંપની જોડે ૧.૧૦ અબજના સોદા પર સહી કરી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ

રિલાયન્સ ગ્રુપે ઇઝરાયલની બ્રીધ ઑફ હેલ્થ કંપનીની કોરોનાના રેપિડ ટેસ્ટની કિટ્સના વિતરણ માટે ૧૫ મિલ્યન ડૉલર (અંદાજે ૧.૧૦ અબજ રૂપિયા) કિંમતના સોદા પર ગઈ કાલે સહીસિક્કા કર્યા હતા. ઇઝરાયલની શ્વાસને આધારે પરીક્ષણની કિટ (બ્રીધ ટેસ્ટિંગ સિસ્ટમ) વડે એક મિનિટથી ઓછા વખતમાં કોરોના ઇન્ફેક્શન અને તેની ગંભીરતાનો અંદાજ મળી જાય છે. આ સાધન વડે કોરોનાની જાણકારી મેળવવામાં સફળતાનો દર ૯૫ ટકા છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK