તમે કોવિડ-19 પૉઝિટિવ છો કે નહીં તે ફક્ત આટલી મિનિટમાં ખબર પડશે

Published: 2nd October, 2020 19:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વર્તમાન સમયમાં આરટી-પીસીઆર કિટથી કોવિડ-19 તપાસના પરિણામમાં લગભગ 24 કલાકનો સમય લાગે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

તમે કોવિડ-19 પૉઝિટિવ છો કે નહીં તે ફક્ત 120 મિનિટમાં જ ખબર પડી જશે. રિલાયન્સ લાઇફ સાઇંસેસે (Reliance Life Sciences) એવી આરટી પીસીઆર કિટ (RT-PCR Kit) વિકસિત કરી છે, જે લગભગ બે કલાકમાં કોવિડ-19ના (Covid-19) તપાસનું પરિણામ આપી દેશે. કંપની સાથે જોડાયેલ સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી હતી. વર્તમાન સમયમાં આરટી-પીસીઆર કિટથી કોવિડ-19 તપાસના પરિણામમાં લગભગ 24 કલાકનો સમય લાગે છે.

આ લેબમાં વાસ્તવિક સમયમાં કોઈપણ વિષાણુના ડીએનએ અને આરએનએમાં નકલ કરવાની તપાસ કરે છે અને સાર્સ કોવ-2માં રહેલા ન્યૂક્લિક અમ્લની ઓળખ કરે છે. ન્યૂક્લિક અમ્લ દરેક જ્ઞાત જિવિત વસ્તુમાં જોવા મળે છે.

સૂત્રોએ કહ્યું છે કે રિલાયન્સ લાઇફ સાઇંસેસના વૈજ્ઞાનિકોએ દેશમાં સાર્સ-કોવ-2ના 100થી વધારે જીનોમનું વિશ્લેષણ કર્યું હતું અને આધુનિક આરટી-પીસીઆર કિટને વિકસિત કરી છે. સૂત્રએ કહ્યું કે આ કંપનીએ આ કિટને 'આરટી ગ્રીન કિટ'નામ આપ્યું છે. આઈસીએમઆરથી તેને સંતોષજનક પ્રદર્શન માટે ટેકનિકી માન્યતા મળી ચૂકી છે.

તેમ જ સૂત્રોએ ઉમેર્યું કે આ કિટ સાર્સ કોવ-2ના ઇ-જીન, આર-જીન, આરડીઆરપી જીનની ઉપસ્થિતિને પકડી શકે છે. આઈસીએમઆરની તપાસ પ્રમાણે આ કિટ 98.7 ટકા સંવેદનશીલતા અને 98.8 ટકા વિશેષજ્ઞા બતાવે છે. તેમણે કહ્યું કે આ કંપનીમાં કામ કરનાર ભારતીય શોધ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. આ તપાસના પરિણામ આવવામાં અંદાજિત સમય બે કલાક છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK