મંદીની હતાશા પુરુષોને લગ્નેતર સંબંધો તરફ દોરી જાય છે

Published: 17th October, 2011 18:28 IST

તાજેતરમાં થયેલા એક નવતર અભ્યાસમાં આશ્ચર્યજનક તારણ નીકળ્યું હતું. સંશોધકોએ તેમનાં અવલોકનો પરથી તારવ્યું હતું કે મંદીની હતાશા પુરુષોને લગ્નેતર સંબંધો તરફ દોરી જાય છે. પુરુષો કપરા સમયમાં એક કરતાં વધુ સેક્સ્યુઅલ પાર્ટનર ઝંખે છે.



કપરા સંજોગોમાં પુરુષો તેમના જનીનો વધુમાં વધુ ફેલાવવાની સૈકાઓ જૂની મનોવૃત્તિ તરફ ઢળી જાય છે. અત્યારની આર્થિક પરિસ્થિતિ પુરુષોની બેવફા બનવાની શક્યતાને વધારી રહી છે. આ અભ્યાસના મુખ્ય સંશોધક તથા સાયકોલૉજિસ્ટ ઓમ્રી ગિલ્લથે કહ્યું હતું કે ‘પુરુષો કપરા સંજોગોમાં વધુ મહિલાઓ સાથે સંવનન માટે પ્રેરાય છે. જ્યારે આર્થિક સ્થિતિ સાનુકૂળ હોય ત્યારે પુરુષો તેમનાં સંતાનોના ભવિષ્યમાં રોકાણ કરે છે અને પ્રવર્તમાન જીવનસાથી સાથેનો નાતો જાળવી રાખે છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ કથળે ત્યારે તેઓ ટૂંકા ગાળાના લગ્નેતર સંબંધો બાંધવા પ્રેરાય છે.’

કૅન્સાસ યુનિવર્સિટીના સંશોધકોએ તારવ્યું હતું કે જે લોકોને પોતાના મૃત્યુ વિશેના વિચારો આવતા હોય તેઓ વધુમાં વધુ જાતીય સંબંધો બાંધવા માટે પ્રેરાય છે.

પુરુષોની સાયકોલૉજી સમજાવતાં મનોચિકિત્સક ઓમ્રી ગિલ્લથે કહ્યું હતું કે ‘જ્યારે પુરુષો એવું માનવા લાગે કે તેમનું ટૂંક સમયમાં મૃત્યુ થઈ શકે છે ત્યારે તેઓ ટૂંકા ગાળામાં વધુમાં વધુ જાતીય સંબંધો બાંધીને પ્રજોત્પત્તિ માટે પ્રેરાય છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK