ચીન પાસે ત્રણ હજાર જેટલાં પરમાણુ શસ્ત્રો હોવાનો દાવો

Published: Dec 01, 2011, 08:25 IST

અમેરિકાના સૈન્ય વડામથક પેન્ટાગોને તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન પાસે ધારણા કરતા ૪૦ ગણા વધુ પરમાણુ શસ્ત્રો છે.



અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં આવેલી જ્યોર્જિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેન્ટાગોનના નેતૃત્વમાં ત્રણ વર્ષ સુધી સીક્રેટ રિસર્ચ હાથ ધર્યું હતું. આ રિસર્ચ અંતર્ગત તેમણે જાસૂસી સેટેલાઇટની મદદથી ચીનના સૈન્યના કેટલાક દસ્તાવેજોની નકલ મેળવી તેનું ભાષાંતર કર્યું હતું તથા ચીનના કેટલાક બ્લોગ સર્ચ કરીને એમાંથી પણ વિગતો એકઠી કરી હતી.

ચીન પાસે ૮૦થી ૪૦૦ પરમાણુ શસ્ત્રો હોવાની ધારણા હતી, પરંતુ તેમની પાસે ૩૦૦૦ પરમાણુ શસ્ત્રો હોવાનું બહાર આવ્યું છે. આ આંકડો પરમાણુ શસ્ત્રો ધરાવવા માટેની આંતરરાષ્ટ્રીય મર્યાદા કરતા ઘણો ઉંચો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK