કો-ઑપરેટિવ બૅન્ક પર RBIનો શું કોઈ પ્રકારનો કન્ટ્રોલ જ નથી?

Published: 18th November, 2014 05:08 IST

સરેરાશ છેલ્લાં પાંચ વર્ષથી દર થોડે વખતે એક કો-ઑપરેટિવ બેન્ક ઉઠમણું કરે છે.બિન્દાસ બોલ - પ્રવીણ શાહ, રિટાયર્ડ બૅન્ક-મૅનેજર, બોરીવલી


જ્યારે પણ બૅન્ક નબળી પડે એટલે RBI એને તાળાં મારવાનું કામ કરશે, પછી ક્લિયરિંગ બંધ કરશે અને ડિપોઝિટરને ડિપોઝિટ પાછી આપવાની મનાઈ કરશે. પાંચેક વર્ષ આ કો- ઑપરેટિવ બૅન્ક બંધ રહે પછી પબ્લિકના ઊહાપોહને લીધે બૅન્કની આર્થિક પરિસ્થિતિ મુજબ અમુક ટકા પાછા અપાશે. તો RBIનો કો-ઑપરેટિવ બૅન્ક પર જરા પણ કન્ટ્રોલ જ નથી કે શું? ખરી રીતે તો RBI દ્વારા ચોખ્ખું અખબારમાં કહેવડાવવું જોઈએ કે કો- ઑપરેટિવ બૅન્ક એટલે એક જાતની મારવાડી પેઢી અને એ ક્યારે ડૂબે એ નક્કી નહીં. વળી ડિપોઝિટ ઇન્શ્યૉરન્સની લિમિટ પણ હાલ ફક્ત એક લાખની છે જે ગાંધીજીના ટાઇમથી ચાલે છે. મિનિસ્ટ્રી ઑફ ફાઇનૅન્સને આ લિમિટ વધારવાની ક્લ્પના સુધ્ધાં નથી આવતી? તો શું તેમને ફક્ત ભાષણમાં કે પ્રેસનોટમાં જ રસ છે?

કોઈ પણ કો-ઑપરેટિવ બૅન્ક ફડચામાં જાય તો ચાબુક ફક્ત ડિપોઝિટરને જ વાગે છે. એના કરતાં તો પ્રજાએ સમજી વિચારીને આ બૅન્કોમાંથી પોતાની મૂડી, ફિક્સ્ડ ડિપોઝિટ કાઢીને નૅશનલાઇઝ્ડ બૅન્કમાં રાખવી જોઈએ. વ્યાજ ભલે ઓછું આવે, પણ કમસે કમ મુદ્દલ તો સલામત રહી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK