(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)
‘અરે ઠાકર, તું યાર હસમુખો અને મીઠડો માણસ થઈને આમ ખાંડ વગરની ચા જેવું મોઢું કરીને કેમ બેઠો છે?’
‘ચંબુ, મને ક્યારનો એક સવાલ મૂંઝવે છે. બહુ ટ્રાય કરી. મારી ખોપરી ચાલતી નથી.’
‘ક્યાંથી ચાલે? કારણ કે જગતમાં કોઈને કોઈ સવાલ મૂંઝવતો જ નથી. જે મૂંઝવે છે એ જવાબ. હવે સવાલ બોલ.’
‘શું તારી ખોપરી છે ચંબુડા. તો બોલ, આ રામનવમી એટલે શું?’ મેં પૂછ્યું.
‘મને હતું જ કે તારા જેવા માણસને તારી પીઠ પાછળ લોકો બુદ્ધુ કે અકલમઠો કેમ કહે છે. અરે! તને આટલો સહેલો જવાબ ખબર નથી. રામનવમી એટલે રામ આઠમી પાસ કરી નવમીમાં આવ્યા એ. સમજાયું?’
તેના જવાબથી મારી ખોપરીમાં બે-ત્રણ કાણાં પડી ગયાં, ‘અરે બુદ્ધુ, હવે સાઉન્ડવાળા રામ નામના માણસની વાત નથી. ભગવાન રામની વાત છે, જેની વાઇફનું રાવણે હરણ કરેલું.’
‘અચ્છા-અચ્છા, એ રામ. રાવણે હરણ કર્યું કે સાબર કે શિયાળ એ ખબર નથી, પણ એ રામ જેની પુણ્યતિથિ નથી ઊજવાતી પણ જન્મદિન ઊજવાય છે એને રામનવમી કહેવાય અને એ રાવણ જેના પૂતળાને દર દશેરાએ બાળી પુણ્યતિથિ ઊજવાય પણ જન્મજયંતી નથી ઊજવાતી. રાવણ ભગાડી ગયો સીતાને અને યુદ્ધે ચડ્યા રામ! શું કામ? એ જમાનામાં આજના જેવું નહોતું કે વાઇફને કોઈ લઈ જાય તો
જાહેરાત આપી દેવાની કે વાઇફને ઉપાડી જનારને એક લાખનું ઇનામ તેમ જ જો પાછી નહીં આપો તો વધારાનું દસ હજારનું ઇનામ પણ આપવામાં આવશે.’
‘અરે ઠાકર, હમણાં અમે દશેરાએ ઢિંકચિકા-ઠિંકચિકા કરતા રાવણના પૂતળાને બાળવા નીકળ્યા ને મંદોદરી આવીને ભડકી, ‘એ...ય ખબરદાર, જો કોઈ આગળ વધ્યા તો. મારું નારીત્વ જાગશે તો એ જ મશાલથી મારા વરને બાળતાં પહેલાં તમને સળગાવી દઈશ. અરે! મારો વર ખરાબ છે, રાક્ષસ છે, અહંકારી છે એવી કેટલાંય વર્ષોથી બૂમો પાડો છો. તો હું પૂછું છું શું કર્યો છે અહંકાર. જેના રાજમાં પ્રજા અત્યાર કરતાં સુખી હતી. હું તો કહું છું ‘રામરાજ્ય’ નહીં, ‘રાવણરાજ્ય’ લાવો. અને સીતાજીને ઉપાડી ગયો અને તમને ખરાબ લાગી ગયું, પણ જાતને તપાસી? અરે! મારા વરને વીસ આંખો હતી (દસ ગુણ્યા બે) તો પણ સીતાજી પર નજર બગાડી, પણ તમારે તો બે જ આંખો છે છતાં વીસ નારી પર લાઇન મારો છો. અરે, મર્યા પછી આ દાનત જતી નથી એટલે લાઇન મારી શકો એટલે ચક્ષુદાન કરો છો. આટલી હલકી વૃત્તિ છે તમારી... જ્યારે મારા વરે તો સીતાજીને માની જેમ સાચવી એ નથી દેખાતું? મારા વરે શ્રદ્ધાથી શંકરની અતૂટ ભક્તિ કરી એ ભક્ત રાવણ નથી દેખાતો? અરે! જો પત્ની હોવા છતાં તેના પર અવિશ્વાસ નથી મૂક્યો અને તમને કયો અધિકાર છે વિરોધ કરીને વગોવવાનો.’
મંદોદરીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. પછી તો અãગ્નઝરતા શબ્દો બોલી, ‘અરે! મારો વર તો ભોળાનાથનો ભોળો ભગત હતો. તમે તેને રાક્ષસ સમજીને બાળો છો અને પેલા તમારા કહેવાતા ભગવાન રામ કે જેણે ધોબી પર વિશ્વાસ મૂકી પત્નીની અãગ્નપરીક્ષા કરી તેને પૂજો છો. આ કઈ ગણતરીનું ગણિત તમારું? છતાં મારો વર એવો ભોળો કે રામને જ ભગવાન માનતો એથી જ તેણે મને કહેલું કે મંદુ, મારા જીવનની એક ઇચ્છા એવી ખરી કે હું પ્રભુ રામના હાથે મરું? અને એના માટે તો સીતાનું અપહરણ કરવાનું કેવડું મોટું નાટક કર્યું અને મર્યો છેવટે રામના હાથે અને એ માટે પણ નસીબ જોઈએ. તમારું તો મૃત્યુ પણ કોઈ આતંકવાદી કે ડૉક્ટરના હાથે લખાયું છે છતાં બાળવો જ છે તો આવો બાળો મારા વરને, પણ પૂતળાને એ જ લોકો મશાલ અડાડજો કે જેણે જીવનમાં તનથી તો ઠીક, મનથી પણ પરjાી પર નજર ન ઉઠાવી હોય.’
ધીરે-ધીરે બધાના હાથમાંથી મશાલો નીચે પડવા લાગી, પણ આચનક ભીડમાંથી બૂમ આવી, ‘હું સળગાવીશ.’ બધાની નજર બૂમ તરફ ગઈ.
‘મેં બીજી તો ઠીક, મારી પત્ની પર પણ નજર નથી ઉઠાવી, કારણ કે મારે આંખો નથી. હું જોઈ શકતો નથી.’
મિત્રો, આપણે છતી આંખે ક્યાં જોઈ શકીએ છીએ એટલે જ તો લોકોના સંસારને, સમાજને, પરિવારને સળગાવવા જૂઠની મશાલ લઈને નીકળી પડ્યા છીએ.
શું કહો છો?
શિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
5th March, 2021 09:42 ISTસંજય રાઠોડને રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે: સંજય રાઉત
28th February, 2021 09:57 ISTઑડિયો-ક્લિપ અને પૂજા ચવાણ સાથેના ફોટો વાઇરલ થતાં સંજય રાઠોડની મુશ્કેલીઓ વધી
25th February, 2021 09:05 ISTશિવસેના બાદ હવે કૉન્ગ્રેસને પણ આવી ગુજરાતીઓની યાદ
18th February, 2021 14:01 IST