રતન તાતા આજથી રિટાયર્ડ

Published: 28th December, 2012 05:48 IST

૧૯૯૧માં તેમણે તાતા ગ્રુપનું સુકાન સંભાળ્યું ત્યારે કુલ ટર્નઓવર ૧૦ હજાર કરોડ રૂપિયા હતું, જે આજે ૪.૭૫ લાખ કરોડ કરતાં પણ વધારે છેતાતા ગ્રુપને પરંપરગત કૉર્પોરેટ હાઉસમાંથી ૧૦૦ અબજ ડૉલરનું આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ જૂથ બનાવનાર રતન તાતા આજે તેમના જન્મદિવસે જ રિટાયર્ડ થઈ રહ્યા છે. ભારતનાં સૌથી જૂનાં ઉદ્યોગ જૂથોમાં સ્થાન ધરાવતા તાતા જૂથમાં ૫૦ વર્ષ સુધી સેવા આપ્યા બાદ રતન તાતા નિવૃત્તિ લઈ રહ્યા છે.

રતન તાતા આજે ૭૫ વર્ષના થશે. તેમને સ્થાને ૪૪ વર્ષના સાઇરસ મિસ્ત્રી તાતા જૂથનું સુકાન સંભાળશે. રતન તાતાએ ગયા વર્ષે તેમના અનુગામી તરીકે સાઇરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. રતન તાતા ૨૧ વર્ષ સુધી તાતા ગ્રુપના ચૅરમૅનપદે રહ્યા છે. તેમણે ૧૯૯૧માં જેઆરડી તાતા પાસેથી તાતા ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું. ૧૯૯૧માં રતન તાતાએ તાતા ગ્રુપનું સુકાન સંભાળ્યું ત્યારે આ જૂથનું ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડ રૂપિયા હતું, જ્યારે ૨૦૧૧-૧૨માં તાતા ગ્રુપનું ટર્નઓવર ૪,૭૫,૭૨૧ કરોડ રૂપિયા હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK