જામનગર: પહેલાં બળદગાડાંમાં અને હવે પૂનમબહેને કર્યો ઘોડા પર પ્રચાર

રશ્મિન શાહ | જામનગર | Apr 09, 2019, 08:56 IST

મહિલા સાંસદથી પ્રભાવિત થઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના પાંચસો સભ્યોએ બીજેપી જોઇન કર્યું

જામનગર: પહેલાં બળદગાડાંમાં અને હવે પૂનમબહેને કર્યો ઘોડા પર પ્રચાર
પૂનમ માડમ

જામનગર જિલ્લાના બીજેપીના લોકસભાનાં ઉમેદવાર પૂનમ માડમે પ્રચારમાં જાતજાતના અખતરાઓ કરીને લોકોનાં મન જીતવાનાં શરૂ કરી દીધાં છે. રવિવારે પૂનમબહેને ગાડાંમાં બેસીને એક ગામથી બીજા ગામની સફર કરી હતી તો ગઈ કાલે પૂનમ માડમે જોડિયા તાલુકાના આમરણ ગામથી સંખેડી ગામે જવામાં ઘોડેસવારી કરી હતી. પૂનમબહેને કહ્યું હતું, ‘જો તમે લોકો જેવા થઈને રહો તો એ લોકોને ગમતું જ હોય છે.’

આ પણ વાંચો : BJPના વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચનો આદેશ : ત્રણ દિવસમાં ખુલાસો કરો

પૂનમ માડમથી પ્રભાવિત થઈને ગઈકાલે જોડિયા તાલુકાના પાંચસો જેટલા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોએ બીજેપી જોઇન કર્યું હતું. આ તમામ સભ્યોએ કહ્યું હતું કે તે બીજેપીથી પ્રેરાઇને નહીં પણ પૂનમબહેન માટે કામ કરવાની ભાવના સાથે પાર્ટીમાં આવે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK