રાજકોટ: ફોન પર મગાવો પાનમસાલા

Published: May 14, 2019, 10:41 IST | રશ્મિન શાહ | રાજકોટ

પાન-ફાકીનું વ્યસન ધરાવતા લોકોને ખુશ કરી દે એવું કામ રાજકોટના એક ઑન્ટ્રપ્રનરે શરૂ કર્યું છે અને પાન-ફાકીની હોમ ડિલિવરી શરૂ કરી છે

પાન-મસાલા
પાન-મસાલા

તમાકુસેવનની સૌથી વધારે આદત સૌરાષ્ટ્રમાં છે એ જગજાહેર છે ત્યારે રાજકોટના પાન-ફાકીનંે વ્યસન ધરાવતા લોકોને ખુશ કરી દે એવું કામ રાજકોટના જ હરપાલ સિંહ નામના એક ઑન્ટ્રપ્રનરે શરૂ કર્યું છે અને પાન-ફાકીની હોમ ડિલિવરી ચાલુ કરી છે. પાન-ફાકી ખાનારાઓ એના વિના રહી શકતા નથી. આવા સમયે પાન-ફાકી ખતમ થઈ જાય ત્યારે તેણે ખાસ લેવા માટે બહાર નીકળવું પડે છે, પણ જો તમારે ખરીદવા ન જવું હોય તો તમારે કશું નહીં કરવાનું માત્ર મોબાઇલ-નંબર ૮૨૩૮૮૦૨૧૧૧ પર ફોન કરીને તમારી ફાકીનો ઑર્ડર આપી દેવાનો. એક પણ રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના તમારા ઍડ્રેસ પર તમારી જરૂરિયાત મુજબનાં પાન-ફાકી પહોંચાડી દેવામાં આવશે.

હરપાલ સિંહે કહ્યું હતું, ‘અત્યારે આ ઑફર રાજકોટ સિટી પૂરતી જ રાખી છે, પણ જો રિસ્પૉન્સ મળશે તો એનો આખા સૌરાષ્ટ્રમાં અમલ કરવાની ગણતરી છે. શરૂઆતની દૃષ્ટિએ તો અત્યારે ખૂબ સારો રિસ્પૉન્સ છે અને દરરોજ સો જેટલા પાન-ફાકીની ડિલિવરીના ઑર્ડર આવે છે.’

આ પણ વાંચો : પાણીની તંગી વચ્ચે માઠા સમાચાર, ચોમાસું 20 જુલાઈએ રાજ્યમાં આગમન કરશે

આવતા સમયમાં એવું બનવાનું છે કે હરપાલ સિંહને તમે તમારા ફેવરિટ પાન-ફાકીવાળાને ત્યાંથી પાન-ફાકી લાવવાનું સૂચન પણ તમે કરી શકો છો. જો તમે કાયમ એક જ જગ્યાનાં પાન-ફાકી ખાતા હો તો તમને એ જગ્યાનાં પાન-ફાકી મળશે અને એ પણ ગણતરીની મિનિટોમાં જ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK