Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ : રોજ 31 લીટર દૂધ આપતી રાધિકા છે બેસ્ટ કાઉ

રાજકોટ : રોજ 31 લીટર દૂધ આપતી રાધિકા છે બેસ્ટ કાઉ

19 August, 2019 02:40 PM IST | રાજકોટ

રાજકોટ : રોજ 31 લીટર દૂધ આપતી રાધિકા છે બેસ્ટ કાઉ

ગાય

ગાય


સામાન્ય રીતે ગાય દિવસે ૧૨થી ૧૫ લીટર દૂધ આપે એટલે માલધારી રાજીનો રેડ થઈ જાય, પણ મોરબીની ગીર ગાય રાધિકા એક દિવસમાં ૩૧ લીટર દૂધ આપીને ગુજરાતની શ્રેષ્ઠ ગાય પુરવાર થઈ છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવતા સર્વેમાં ગાયનું કદ, વજન, રંગ, ઊંચાઈ અને દૂધ તથા દૂધની ગુણવત્તાને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બધામાં રાધિકા અવ્વલ દરજ્જાની પુરવાર થતાં એને રાજ્યની શ્રેષ્ઠ ગાય જાહેર કરવામાં આવી છે. રાધિકાનો ખોરાક પણ જાણવા જેવો છે.

આ પણ વાંચો : અમદાવાદઃ ગુજરાત યુનિ. પાસે AMTSની બસમાં લાગી આગ



રાધિકા શિયાળામાં દરરોજ બે કિલો બીટ અને આઠ કિલો ગાજર ખાય છે, તો ઉનાળામાં એને શેરડી ખવડાવાય છે, જ્યારે ચોમાસામાં તાજું લીલું ઘાસ અને ગોળ આપવામાં આવે છે. ગાયની તંદુરસ્તી એના પૂંછડાથી જોવાય છે. રાધિકાનું પૂંછડું છેક જમીનને સ્પર્શે છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 02:40 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK