વાયુપુત્ર :‌‌ વાયુના કહર વચ્ચે જન્મેલા બાળકનું નામ 'વાયુ' રાખ્યું

Published: Jun 14, 2019, 08:45 IST | રશ્મિન શાહ | ભાવનગર

આ છે વાયુપુત્રો, વાયુના કહર વચ્ચે પણ ગુજરાતમાં નવી ‌જિંદગીનું આગમન ચાલુ રહ્યું

સ્વાગત હૈ નન્હે વાયુ કા : દેશમાં અવનવા કિસ્સા સર્જાતા હોય છે. એવામાં ગુજરાતમાં આવેલા વાયુ વાવાઝોડાના વાતાવરણમાં જન્મેલા એક બાળકનું નામ વાયુ રાખવામાં આવ્યું હતું.
સ્વાગત હૈ નન્હે વાયુ કા : દેશમાં અવનવા કિસ્સા સર્જાતા હોય છે. એવામાં ગુજરાતમાં આવેલા વાયુ વાવાઝોડાના વાતાવરણમાં જન્મેલા એક બાળકનું નામ વાયુ રાખવામાં આવ્યું હતું.

‘વાયુ’ સાઇક્લોનને કારણે છેલ્લા ૪૮ કલાકથી ગુજરાતઆખાની જિંદગી અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે છતાં એની વચ્ચે પણ આશા સમાન નવી જિંદગીનું આગમન ચાલુ રહ્યું છે. છેલ્લા બે દિવસ દરમ્યાન ‘વાયુ’ની અસર જે ૧૦ જિલ્લા પર દેખાવાની હતી એ જિલ્લાઓમાંથી પ૯પ૦ પ્રેગ્નન્ટ મહિલાઓને સલામત રીતે હૉસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. આ મહિલાઓમાંથી અડધોઅડધ મહિલાઓની ડરના કારણે તબિયત બગડી હતી તો ૭૨ મહિલાઓને એક વીક પહેલાં જ લેબર પેઇન શરૂ થઈ ગયું હતું. આ મહિલાઓમાંથી ૬૨ મહિલાઓએ બાળકનો જન્મ આપ્યો હતો. સૌથી વધારે ભાવનગર જિલ્લામાં બાળકનો જન્મ થયો હતો. ભાવનગર જિલ્લામાં ૧૬ અને ભાવનગર શહેરમાં ૪ બાળકોનો જન્મ થયો હતો.

આ પણ વાંચો: મંત્રીઓ 9:30 વાગ્યે ઑફિસ પહોંચે, ઘરેથી કામ ન કરે : મોદી

ભાવનગરમાં ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે જન્મેલા એક સંતાનનું નામ તેના પેરન્ટ્સે ‘વાયુ’ સાઇક્લોન પરથી વાયુ રાખ્યું હતું. નામકરણની આ પ્રક્રિયા ચાલતી હતી એ વખતે જ હૉસ્પિટલમાં ભાવનગરનાં વિધાનસભ્ય વિભાવરી દવે અને કલેક્ટર પણ ત્યાં હાજર હતાં. વિભાવરીબહેન ‘વાયુ’ના ટેન્શન વચ્ચે આવેલા વાયુને મળવા માટે ખાસ તેમના રૂમમાં ગયાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK