સીલના ગ્રુપમાં આ વિચિત્ર પ્રાણી કયું છે?

Updated: Sep 16, 2020, 18:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તાજેતરમાં જ રશિયામાં સીલના એક ગ્રુપ સાથે એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું હતું. કોઈ પણ સમજી જ નહીં શક્યું કે આ પ્રાણી કયું છે

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તાજેતરમાં જ રશિયામાં સીલના એક ગ્રુપ સાથે એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું હતું. કોઈ પણ સમજી જ નહીં શક્યું કે આ પ્રાણી કયું છે.

રશિયાના ઓખોટસ્ક સમુદ્રના ત્યુલેની આઈલૅન્ડમાં સીલના એક ગ્રુપ સાથે એક અલગ જ દેખાતું પ્રાણી જોવા મળ્યું હતું. શરૂઆતમાં સમજાયું જ નહીં કે આ છે શું. મરિન બાયોલોજીસ્ટ વ્લાદમિર બુર્કાનોવે આ ફોટો પાડીને તેમના ઈન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો.

albino

આ યુનિટ પપનું નામ અલ્બિનો છે જે દુર્લભ છે, યુઝર્સે તેનું નિકનેમ અગલી ડકલિંગ પાડ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એક લાખ સીલ જન્મે તેમાં કોઈ એકાદ એલ્બિનો સીલ હોય છે.

થોડાક વર્ષો પહેલા અન્ય જીન્જર સીલ પપ નાફન્યાને તેના અલગ દેખાવ માટે અન્ય સીલે ગ્રુપમાંથી અલગ કરી દીધી હતી. હવે આ મરિન બાયલોજીસ્ટને ડર છે કે આ અલ્બિનો સાથે પણ અન્ય સીલ આવું વર્તન ન કરે. જોકે અમૂક સીલ અલ્બિનો સાથે રમતા પણ જોવા મળી હતી.

આ અલ્બિનો સ્વસ્થ દેખાઈ રહ્યુ છે જે સાબિત કરે છે કે તેની માતા પુરતુ દૂધ તેને આપે છે. તેમ જ અન્ય સીલ પણ હજી તેને હેરાન કરી રહી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK