મનમોહન સરકારે આપી હતી બળાત્કારીને ફાંસી, ત્યારથી અત્યાર સુધી 4 લાખ રેપ કેસ

Published: Dec 03, 2019, 19:29 IST | Mumbai Desk

દેશમાં એકવાર નારી શક્તિની સુરક્ષા પર સવાલ ઊભા થઈ રહ્યા છે, લોકો ન્યાય માટે પોકાર લગાવવા માટે રસ્તાઓ પર છે અને ગુનેગારોને ફાંસીની સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે.

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે જે થયું, તેણે ભારતના દરેક નાગરિકની આંખમાં આસું લાવી દીધા. દેશમાં ફરી એકવાર નારી શક્તિની સુરક્ષા પર પ્રશ્નો ઊઠ્યા છે, લોકો ન્યાયની પોક મૂકવા રસ્તાઓ પર આવી ગયા છે અને ગુનેગારોને ફાંસીની સજા ફટકારવાની માગ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે હિંદોસ્તાનમાં છલ્લે ક્યારે કોઇ રેપિસ્ટને ફાંસીની સજા આપવામાં આી હતી કે અત્યાર સુધી દેશમાં કેટલા રેપ થયા છે જે આપણને શરમાવે છે.

14 ઑગસ્ટ, 2004. આ તે તારીખ છે જ્યારે કોઇ રેપિસ્ટને છેલ્લી વાર સજા આપવામાં આવી હતી. નાબાલિક વિદ્યાર્થીનું રેપ કરી તેની હત્યા કરવાના ગુનામાં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. ધનંજયને કોલકાતાના અલીપુર જેલમાં ફાંસી આપવામાં આવી હતી, આ વાતને 15 વર્ષ થઈ ગયા છે. ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં 4 લાખથી વધુ રેપ થઈ ગયા છે, પણ લાગે છે કે કંઇ જ પરિવર્તન થયું નથી, અને આ 15 વર્ષમાં અન્ય કોઇ રેપિસ્ટને ફાંસી થઈ નથી.

ધનંજય ચેટર્જીને જ્યારે ફાંસી થઈ ત્યારે કેન્દ્રમાં નવી નવી યૂપીએની સરકાર આવી હતી અને મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા અને ડૉ. એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા, ધનંજય ચેટર્જીએ રાષ્ટ્રપતિ સામે ફાંસીમાંથી છૂટની અરજી પણ કરી હતી પણ રાષ્ટ્રપતિએ તો ફગાવી દીધી હતી.

મહારાષ્ટ્રમાં જ્યારે સત્તાની બાજી ચાલતી હતી, તે દરમિયાન જ હૈદરાબાદમાં રેપની ઘટના સામે આવી. પણ કંઇ થયું નહીં કારણકે સત્તાની બાજી ચાલતી હતી. હવે ફરી એકવાર દરેક વ્યક્તિ ન્યાય માટે આગળ આવી રહ્યો છે અને કોઇક નિર્ણયની માગ કરી રહ્યા છે.

નિર્ભયા કેસથી પણ નથી બદલાયો દેશ?
સાત વર્ષ પહેલા 2012માં જ્યારે આખો દેશ ગુસ્સામાં હતો, ત્યારે નિર્ભયા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવામાં આવ્યો. ફાસ્ટ ટ્રેક કોર્ટે ફક્ત 9 મહિનાની અંદર નિર્ણય સંભળાવી દીધો. 13 સપ્ટેમ્બર 2013માં નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાનો તે નિર્ણય આજે છ વર્ષ પછી પણ પોતાના પરિણામની રાહ જોઈ રહ્યો છે.

નિર્ભયા રેપ કેસ પછી કઠુઆની ગુડિયાનો કેસ આવ્યો, મુંબઇની શક્તિ મિલ્સમાં ગેંગરેપ થયું, 2010માં દિલ્હીમાં વધુ એક રેપ થયો, મધ્ય પ્રદેશમાં નાની દીકરી સાથે રેપનો મામલો સામે આવ્યો. આ રીતે કેટલીય ઘટનાઓ સામે આવા લાગી પણ કોઇને ફાંસી આપવામાં આવી નહીં, જો કે કેટલાક મામલાઓમાં ઉંમરકેદ જેવી સજાઓ આપવામાં આવી છે.

રડાવે છે, દેશમાં રેપમાં આંકડાઓ....
દેશમાં દરવર્ષે 40 હજાર, દરરોજ 109 અને દર કલાકે 5 છોકરીઓ સાથે અણબનાવ બને છે. આ દેશમાં જીડીપી ઘટવાની ખબર આવે છે પણ ક્યારેય એવું નથી થયું કે રેપના મામલાઓમાં ઘટાડો થયો હોય.

છેલ્લા 10 વર્ષમાં લગભગ 2.79 લાખ રેપના મામલાઓ નોંધાવવામાં આવ્યા.

એવરેજ 40 હજારમાંથી 10 હજાર રેપના મામલાઓ નાબાલિક બાળકીઓના હતા.

દર વર્ષે 2000 એવા મામલાઓ હોય છે જેમાં પીડિતાનું ગેંગરેપ કરવામાં આવ્યું હોય.

રેપના મામલામાં ફક્ત 25 ટકા બળાત્કારીઓને જ સજા ફટકારવામાં આવી છે.

રેપના 71 ટકા મામલાતો એવા હોય છે જેને રિપોર્ટ કરાવવામાં નથી આવતા.

દેશની લોકસભા અને વિધાનસભામાં બેઠેલા 30 ટકા નેતાઓનો રેકૉર્ડ અપરાધિક છે, જેમાં 51 પર મહિલાઓની વિરોધમાં અપરાધ કરવાના મામલાઓ નોંધાયેલા છે. 4 નેતાઓ તો એવા છે જેના પર સીધા રેપના જ મામલાઓ ચાલી રહ્યા છે.

દેશભરમાં આ વખતે આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ લગભગ ત્રણ કરોડ મામલાઓ એવા છે જે જુદાં જુદાં
ન્યાયાલયોમાં નિર્ણયની રાહ જોવાઇ રહી છે. આમાંથી ત્રીસ લાખથી વધારે કેસ તો દેશની 21 હાઇકોર્ટમાં લંબાયેલા છે, અને સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી દોઢ લાખથી પણ વધારે કેસ ફક્ત અને ફક્ત રેપના છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

વિશ્વમાં રેપના આરોપીઓને સજા

સઉદી અરબમાં રેપના ગુનેગારનું શિરચ્છેદ કરીને પ્રાઇવેટ પાર્ટ કાપી દેવામાં આવે છે.

રેપના ગુનેગારને અમેરિકામાં ઝેરી ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવે છે.

યૂએઇમાં બળાત્કારીને એક જ અઠવાડિયામાં ફાંસી આપવામાં આવે છે.

ચીનમાં ડીએનએ મેચ બાદ સીધાં ફાંસીએ લટકાવવામાં આવે છે.

ઇન્ડોનેશિયામાં રેપિસ્ટનું ગુપ્તાંગ કાપીને શરીરમાં મહિલાઓના હોર્મૉન્સ નાંખવામાં આવે છે.

ઉત્તર કોરિયામાં ગુનો સાબિત થવા પર માથામાં ગોળી મારવામાં આવે છે.

જર્મનીમાં ગેસ ચેમ્બરમાં નાખીને બળાત્કારીઓને મૃત્યુદંડ આપવામાં આવે છે.

કેટલાય અરબ દેશોમાં રેપિસ્ટને સંગસાર કરવામાં આવે છે.

કેટલાય દેશોમાં ઇલેક્ટ્રિક ચેર પર 2 હજાર વૉલ્ટનું કરન્ટ આપવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK