Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી દિવાળીએ અંધેરી અને દહિસર મેટ્રો દોડતી થઈ જશે

આવતી દિવાળીએ અંધેરી અને દહિસર મેટ્રો દોડતી થઈ જશે

24 October, 2019 09:19 AM IST | મુંબઈ
રણજિત જાધવ

આવતી દિવાળીએ અંધેરી અને દહિસર મેટ્રો દોડતી થઈ જશે

મુંબઈ મેટ્રો

મુંબઈ મેટ્રો


મહારાષ્ટ્ર મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના કમિશનર આર. એ. રાજીવે આવતા વર્ષની દિવાળી સુધીમાં અંધેરી અને દહિસર વચ્ચે મેટ્રો ટ્રેનનો વ્યવહાર શરૂ થઈ જવાની શક્યતા દર્શાવી હતી. આર. એ. રાજીવે જણાવ્યું હતું કે ‘દહિસર અને અંધેરી(પૂર્વ) વચ્ચેની મેટ્રો લાઇન-૭ તથા દહિસર અને ડી. એન. નગર વચ્ચેની મેટ્રો લાઇન-ટૂએનું સિવિલ વર્ક ૯૦ ટકા પૂરું થયું છે. બન્ને લાઇન્સની ટ્રાયલ રન ૨૦૨૦ના જુલાઈ-ઑગસ્ટ મહિનાના ગાળામાં પાર પાડીને ઑક્ટોબર મહિના સુધીમાં ઉદ્દઘાટન કરવાની ધારણા રાખીએ છીએ.’

આર. એ. રાજીવે જણાવ્યું હતું કે ‘બન્ને લાઇનો પર હવે બાંધકામનાં સ્થળોના વિસ્થાપિતોના પુનર્વસન જેવાં કેટલાંક કાર્યો બાકી છે. મેટ્રો કૉરિડોર્સ પર્યાવરણને અનુકૂળ રહેશે. એમાં ગ્રીન ટેકનૉલૉજીને કારણે અનેક પ્રકારના લાભ થશે. બ્રેકિંગ સિસ્ટમ ઊર્જાની ૩૦ ટકા બચત થાય એ પ્રકારની રહેશે. મેટ્રો સ્ટેશન્સના છાપરાં પર સૉલર પૅનલ્સ અને સ્ટેશન્સ પર રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ રાખવામાં આવશે. એ સિસ્ટમ દ્વારા ભેગું થનારું પાણી સ્ટેશનની જાળવણી માટે કરવામાં આવશે. ઊર્જાના વપરાશમાં કરકસર માટે ટ્રેનો અને સ્ટેશન પર એલઇડી લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવશે. બન્ને લાઇન્સની એરપોર્ટ, સીપ્ઝ અને નૅશનલ પાર્ક જેવાં મહત્વનાં સ્થળો સાથે કનેક્ટિવિટી રાખવામાં આવશે. બન્ને મેટ્રો લાઇન્સ બે છેડા વચ્ચે પ્રવાસનો સમય ૫૦થી ૭૫ ટકા ઘટાડશે.’



મેટ્રોની માહિતી


મેટ્રો લાઇન-ટૂએ
દહિસર-ડી. એન. નગર
લંબાઈ-૧૮.૫૮૯ કિલોમીટર
સ્ટેશનની સંખ્યા-૧૭
ટાઇપ-એલિવેટેડ કૉરિડોર
મેટ્રો લાઇન-૭
દહિસર (પૂર્વ)-અંધેરી(પૂર્વ)
લંબાઈ-૧૬.૪૭૫ કિલોમીટર
સ્ટેશનની સંખ્યા-૧૩
ટાઇપ-એલિવેટેડ કૉરિડોર


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 09:19 AM IST | મુંબઈ | રણજિત જાધવ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK