Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલે હેમંત સોરેન ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે

આવતી કાલે હેમંત સોરેન ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે

28 December, 2019 12:53 PM IST | Ranchi

આવતી કાલે હેમંત સોરેન ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે

હેમંત સોરેન

હેમંત સોરેન


ઝારખંડના મુખ્ય સચિવ ડી. કે. તિવારીએ હેમંત સોરેનના નિવાસસ્થાને જઈને મુખ્ય પ્રધાનપદના શપથ લેવા આમંત્રણ આપ્યું છે. આ સાથે જ તેમના સમગ્ર પરિવારને પણ આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે શપથ ગ્રહણ કાર્યક્રમ ૨૯ ડિસેમ્બરે બપોરે બે કલાકે યોજાશે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજી ઝારખંડમાં હેમંત સોરેનની શપથવિધિમાં હાજર રહેશે તેમ ટીએમસીએ જણાવ્યું છે. ટીએમસી નેતાના મતે વર્તમાન સમયમાં કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિક નાગરિકતા સંશોધન કાયદાનો અમલ કરવાની નીતિ સામે તમામ વિપક્ષ આ મંચ પરથી વિરોધનું બ્યુગલ ફૂંકશે.

ઝારખંડના મુખ્ય સચિવ ડી. કે. તિવારી રાજ્યના ભાવિ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને મળ્યા હતા. તિવારીએ રાંચીના કાંકે રોડ ખાતે સોરેનના નિવાસસ્થાનની મુલાકાત લીધા બાદ સોરેનને મુખ્ય પ્રધાનપદના શપથ લેવાનું આમંત્રણ આપ્યું હતું. આ ઔપચારિક મુલાકાત બાદ તિવારીએ જણાવ્યું હતું કે, ૨૯ ડિસેમ્બરે બપોરે બે કલાકે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. તે જ પ્રોટોકોલ હેઠળ ગુરુવારે સાંજે સોરેનને મળવા આવ્યા હતા.



આ સાથે જેમ-જેમ કૅબિનેટનું ચિત્ર સ્પષ્ટ થશે તેમ-તેમ પ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ તે જ દિવસે પ્રધાનમંડળની બેઠક પણ યોજાશે. આ બેઠકનો સમય પછી નક્કી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2019 12:53 PM IST | Ranchi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK