રામ જન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપ દાસ સહિત 16 પોલીસકર્મીઓ કોરોના પૉઝિટીવ

Published: Jul 30, 2020, 14:40 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

રામ જન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપ દાસ અને મંદિરની સુરક્ષામાં લાગેલા 16 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અયોધ્યા(Ayodhya) જિલ્લામાં આવતાં અઠવાડિયે 5 ઑગસ્ટ(5th August)ના રામજન્મભૂમિ મંદિર(Ram mandir) માટે ભૂમિ-પૂજન થવાનું છે. તે પહેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રામ જન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપ દાસ(priest Pradip Das) અને મંદિરની સુરક્ષામાં લાગેલા 16 પોલીસ કર્મચારીઓને કોરોના પૉઝિટીવ(Covid-19 Positive) આવ્યું છે. પ્રદીપ દાસ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના શિષ્ય છે અને રામલલા મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ થવાના હતા.

આ સમયે મંદિરમાં 4 પૂજારી છે. જેમાં મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ પછી પ્રદીપ દાસ છે. મંદિરમાં રહેતા લોકોને કોરોના થવાથી અયોધ્યાના પ્રશાસનમાં ચિંતા છે. કારણકે 5 તારીખે ત્યાં વડાપ્રદાન નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિ પૂજન કરવા આવી રહ્યા છે.

જણાવવાનું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થવાની ચર્ચાઓ છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે, અયોધ્યામાં પાંચ ઑગસ્ટના ભૂમિ પૂજનનું આયોજન થવાનું છે, જેના પછી મંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. શિલાન્યાસ પછી નિર્માણનું કામ શરૂ થઈ જશે.

ભૂમિ પૂજન માટે અયોધ્યામાં તૈયારીઓ પણ પૂર જોશમાં થઈ રહી છે. અહીં આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ અત્યાર સુધીની સૌથી વિકટ પરિસ્થિતિ છે. એવામાં અહીં ખૂબ જ ઓછા લોકોના એકઠાં થવાની શક્યતા છે. માહિતી પ્રમાણે પાયાની ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રાખવાના છે.

ઉલ્લેખનીય છે કે આ આયોજનમાં સામાન્ય જનતા પ્રત્યક્ષદર્શી નહીં બની શકે. બુધવારે મંદિરની જવાબદારી સંભાળતા રામજન્મભૂમિ તીર્થ ટ્ર્સ્ટ તરફથી સામાન્ય જનતાને ભૂમિ પૂજનના દિવસે અયોધ્યા ન આવવાની અપીલ કરવામાં આવી છે. હિંદુ પરિષદ સેન્ટર તરફથી ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું કે, "તમને હાથ જોડીને નિવેદન છે કે અયોધ્યા ન આવો."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK