નવા વર્ષથી રેલવે-સ્ટેશનો પર દાંતની ફ્રી સફાઈ થશે

Published: 28th December, 2011 04:44 IST

શહેરનાં ૧૦ જેટલાં રેલવે-સ્ટેશન ઓરલ હેલ્થકૅર અભિયાનનાં કેન્દ્રો બનવા જઈ રહ્યાં છે. થોડાં અઠવાડિયાં પછી સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ), ચર્ચગેટ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદરા, કુર્લા, અંધેરી, ઘાટકોપર તથા થાણે જેવાં રેલવે-સ્ટેશનો પર મોબાઇલ ક્લિનિક શરૂ કરવામાં આવશે જ્યાં મુસાફરોને થોડો સમય ફાળવવાની વિનંતી કરવામાં આવશે.

 

સવારે ૮.૩૦થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી ચાલનારા આ ક્લિનિકમાં બે સિનિયર સહિત ચાર ડૉક્ટર હાજર રહેશે. અહીં દાંતની તથા પેઢાંની સફાઈ મફત આપવામાં આવશે તથા એનું ચેક-અપ પણ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન ગવર્નમેન્ટ ડેન્ટલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ તથા એમઆરવીસી (મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન)ના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનમાં ૧૦૦ જેટલા ડૉક્ટરો જોડાયા છે. તેઓ મુસાફરોને દાંતની સંભાળ લેવા વિશે સૂચનો આપશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK