Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડ્રગ્સ કેસમાં મીડિયા કવરેજથી કંટાળેલી રકુલ પ્રીત સિંહ હાઈકોર્ટને શરણે

ડ્રગ્સ કેસમાં મીડિયા કવરેજથી કંટાળેલી રકુલ પ્રીત સિંહ હાઈકોર્ટને શરણે

27 September, 2020 06:32 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડ્રગ્સ કેસમાં મીડિયા કવરેજથી કંટાળેલી રકુલ પ્રીત સિંહ હાઈકોર્ટને શરણે

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ


અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસ તરફથી બૉલીવુડમાં ડ્રગ્સની તપાસ તરફ વળેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની તપાસના ઘેરામાં આવેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)એ હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અભિનેત્રીએ કોર્ટ પાસે માગણી કરી કે, ડ્રગ્સ કેસમાં તેના વિરુદ્ધ મીડિયામાં જે ન્યૂઝ ફેલાઈ રહ્યા છે તેને તરત જ રોકવા માટેનો ઇન્ટરિમ આદેશ આપવામાં આવે. રિપોર્ટ્સ મુજબ, આવતા અઠવાડિયે આ કેસમાં સુનાવણી થઈ શકે છે.

રકુલ પ્રીત સિંહે પિટિશન તેના વકીલો હિમાંશુ યાદવ, અમન હિંગોરાની અને શ્વેતા હિંગોરાની મારફતે ફાઈલ કરી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રકુલ પ્રીત સિંહ હૈદરબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. 23 સપ્ટેમ્બરેની સાંજે તે મીડિયા રિપોર્ટ્સમાં એ જોઈને અચંબિત થઇ ગઈ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા ચક્રવર્તીના ડ્રગ્સ કેસ કનેક્શનમાં તેને સમન્સ પાઠવ્યું છે અને 24 સપ્ટેમ્બરે મુંબઈમાં NCB સામે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.



પિટિશનમાં લખ્યું છે, યાચિકાકર્તા રકુલને તેમના હૈદરાબાદ કે મુંબઈના એડ્રેસ પર કોઈ સમન્સ મળ્યું ન હતું. માટે તે હૈદરાબાદમાં રહી. યાચિકાકર્તાના પિતા કર્નલ કલવિન્દર સિંહ (રિટાયર્ડ)એ 24 સપ્ટેમ્બરે સવારે રિપોર્ટ્સની હકીકત જાણવા માટે ફ્લાઇટથી મુંબઈ જવાનો નિર્ણય કર્યો. જોકે, 23 સપ્ટેમ્બર સાંજથી જ મીડિયાએ ફેક ન્યૂઝ ચલાવવાના શરૂ કરી દીધા હતા કે યાચિકાકર્તા પૂછપરછ માટે મુંબઈ પહોંચી ગઈ છે જ્યારે તે સમય સુધી હૈદરાબાદમાં હતી.


પિટિશન મુજબ, રકુલ પ્રીત સિંહને 24 સપ્ટેમ્બરે સવારે અંદાજે 11:20 વાગ્યે NDPS એક્ટના સેક્શન 67 હેઠળ સમન્સ મળ્યું. જે 23 સપ્ટેમ્બરે વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યું હતું જેમાં તેને 24 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે NCB સામે હાજર થવાની વાત કહેવામાં આવી હતી. યાચિકા મુજબ, 24 સપ્ટેમ્બરે NCBથી તેને મેઈલ મારફતે ખબર પડી કે તેને જે કેસમાં હાજર થવાનું છે તે ક્રાઇમ નંબર MZU/NCB/15/2020 તરીકે ફાઈલ થયેલ છે.

ગયા અઠવાડિયે રકુલ પ્રીત સિંહ અચાનક ત્યારે ચર્ચામાં આવી જ્યારે NCBના સૂત્રોના હવાલે દાવો કરવામાં આવ્યો કે, ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાનું નામ લીધું છે. ત્યારબાદ અભિનેત્રીએ મીડિયા ટ્રાયલ વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈ કોર્ટે મીડિયાને લઈને એવી આશા જતાવી કે તે રિયા ચક્રવર્તી કેસમાં રકુલ પ્રીત સિંહ સંબંધિત ન્યૂઝમાં સંયમ રાખશે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2020 06:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK